વાપી જીઆઇડીસી વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધની વ્યાપક ફરિયાદો ઉઠી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી જીઆઇડી વિસ્તારમાં ફેઇઝ વાઇઝ નવી એલઇડી લાઇટ નાખવાની જાહેરાત થઇ હતી. વીઆઇએ દ્વારા આ જાહેરાત કરાઇ હતી, પરંતુ હાલ જીઆઇડીસીના અનેક વિસ્તારમાં લાઇટો બંધ જોવા મળી રહી છે. જેના કારણે રાત્રી દરમિયાન અંધારપટનો માહોલ જોવા મળે છે. વીઆઇએના હોદેદારો આ સમસ્યાને ગંભીરતાથી લે તેવી માગ લોકોમાં ઉઠી રહી છે. જો કે વીઆઇએ દ્વારા એલઇડી લાઇટ સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં નાખવાનું આયોજન છે.

વાપી ચાર રસ્તાથી દાદરા ચેકપોસ્ટ સુધી લાઇટોના અભાવે હજારો વાહન ચાલકોને રાત્રી દરમિયાન અંધારપટ દેખાય છે. અંધારાના કારણે અકસ્માતની પણ સંભાવના રહે છે. સેલવાસ રોડની સાથે જીઆઇડીસીના પણ અનેક વિસ્તારમાં લાઇટો બંધ છે. બંધ લાઇટો ચાલુ કરવા સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા થોડા સમય પહેલા રજૂઆતો પણ કરવામાં આવી હતી.આમ છતાં જીઆઇડીસીના કેટલાક વિસ્તારમાં લાઇટો બંધ છે. જેના કારણે રાત્રી દરમિયાન લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. બીજી તરફ વીઆઇએ દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં અઘત્તન એલઇડી લાઇટનો પ્રોજેકટની પણ જાહેરાત કરી છે. આ પ્રોજેકટના કારણે લોકોને નવી સુવિધા મળશે,પરંતુ હાલ જયાં -જયાં લાઇટો બંધ છે તેને રિપેર કરવાની માગ ઉઠી છે. કેટલાક સમયથી જીઆઇડીસી વિસ્તારમાં લાઇટો બંધ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. વાપી પાલિકા વિસ્તારમાં પણ અનેક સ્થલે લાઇટો બંધ છે. ખાસ કરીને ચલા માર્ગ પર સૌથી વધારે પાલિકાની એલઇડી લાઇટો બંધ છે. જેના કારણે હજારો વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. પાલિકામનાં જાગૃત નાગરિકો ફરિયાદ પણ કરી રહ્યાં છે. પરંતુ પાલિકાના પદાધિકારીઓ દ્વારા કોઇ ગંભીરતા દાખવવામા આવતી નથી. જેને લઇ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...