તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસરાઈ ગામે 5 રાજ્યની આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા તાલુકાના વસરાઈ ખાતે આવેલા ધોડીયા સમાજ ભવનના નિર્માણ માટેના મેદાન પર શનિવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન આદિવાસી એકતા પરંપરાનો સાંસ્કૃતિક રાષ્ટ્રીય પરિષદનો કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાત ઉપરાંત દેશના અન્ય 5 રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ઉમટેલ લોકોની વચ્ચે આદિવાસી સાંસ્કૃતિક વારસાને જીવંત કરતી કૃતિઓ પારંપરિક નૃત્યો અને પારંપરિક ખાના ખજાના સાથે વિવિધ અસલ અનાજ સહિતની ચીજવસ્તુઓનું પ્રદર્શન અનેરું આકર્ષણ જમાવ્યું હતું.

વસરાઈ ગામના મેદાન પર યોજાયેલ આદિવાસી એકતા સાંસ્કૃતિક રાષ્ટ્રીય પરિષદમાં હજારોની જનમેદની સ્વયંભુ ઉમટી પડી હતી. રાષ્ટ્રીય સંગઠનોના અદયક્ષ દ્વારા આ પરિસંવાદમાં લોકોને માર્ગદર્શન આપતાની સાથે આદિવાસીની અસ્મિતા,પડકારો તેમજ આવનારી સમસ્યા અંગે આક્રમક શૈલીમાં સંબોધન કર્યું હતું. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આસામ, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિવિધ રાષ્ટ્રીય સંગઠનો આદિવાસી સાંસ્કૃતિક વારસાને રજૂ કર્યું હતું. તેમાં પારંપરિક ધરતીપુજન,વિશિષ્ટ પ્રતિભાનું સન્માન, ઘેરિયા નૃત્ય હળપતિ સમાજ, આસામનું બીહુ નૃત્ય,છત્તીસગઢ રાજ્યનું કર્મા નૃત્ય, મધ્યપ્રદેશનું હોળી નૃત્ય, ઢોળીયા સમાજનું તુર નૃત્ય, મહારાષ્ટ્ર રાજ્યનું ભીલ નૃત્ય, રાજસ્થાનનું ઢોલ નૃત્ય,લેહ લદાખનું પ્રાદેશિક નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આદિવાસી સાંસ્કૃતિક વારસાનું જે ખાના ખજાના આકર્ષણનું કેન્દ્ર બનતાની સાથે લોકોએ તેનો લાભ લઇ આદિવાસી પરંપરાને જીવંત રાખવાના પ્રયાસમાં સહભાગી થયા હતા. સમગ્ર વાતાવરણ જય આદિવાસીના નારાથી ગુંજી ઉઠ્યુ હતું.

મહુવા તાલુકાના વસરઇ ખાતે આદિવાસીઓનું સંમેલનમાં મોટી સખ્યામાં ઉમટેલા લોકો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો