Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વ્યારાના સ્વાગત કાર્યક્રમમાં વિવિધ કામોની સમીક્ષા કરાઈ
વ્યારા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારી એચ. જોશી તેમજ વ્યારાના મામલતદારના બી.બી.ભાવસારના અધ્યક્ષતામાં વ્યારા તાલુકા સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાણીના ટેન્કરના નાણાં ચૂકવણીનો મુદ્દા બાબતે તેમજ આરોગ્ય કેમ્પ અને સરકારની યોજના બાબતે ચર્ચા કરાઇ હતી. આવનાર દિવસોમાં કરવામાં આવનારી કામગીરી બાબત ની સમીક્ષા પણ કરાઇ હતી.
વ્યારા ખાતે તાલુકા કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વ્યારા પ્રાંત એચ.એમ.જોશી એ ઉપસ્થિત તમામ અધિકરીઓને વિવિધ બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું. જે બાદ તાલુકા પંચાયતના પ્રમુખ સિદ્ધાર્થભાઈ ચૌધરીએ વ્યારા ખાતે ઉનાળા દરમિયાન ગ્રામ પંચાયતોને સૂચન આપી જે તે વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી પહોંચડવા આવ્યું હતું. જે ટેન્કરોના બિલના નાણાં વ્યારા પાણી પુરવઠા દ્વારા જે તે ગ્રામપંચાયતને ન ચૂકવ્યા હોવાનું રજૂઆત કરી હતી. જેમાં પ્રાંત જોશી દ્વારા આ પ્રશ્નની ગંભીરતા દાખવી પાણી પુરવઠા વિભાગને તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતીવ્યારા મામલતદાર બી.બી.ભાવસાર દ્વારા પેન્ડિંગ રહેલી અરજી બાબતે તાકીદે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.