Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પારડી તાલુકામાં 15 કરોડનાં ખર્ચે વિવિધ ગામના માર્ગો બનશે
પારડી તાલુકા વિસ્તારનાં વિવિધ ગામોમાં 15 કરોડથી વઘુનાં ખર્ચે બની રહેલા માર્ગો જેમાં ઉદવાડા,ઉમરસાડી અને પરવાસા વિસ્તારનાં માર્ગો આવેલા છે.જે જિલ્લા પંચાયત હસ્તક છે.જે માર્ગો જર્જરિત હોવાથી પારડીનાં ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ રાજય સરકારને રજૂઆત કરતાં જેને રાજય સરકારે મજુંરી આપતાં વલસાડ જિલ્લા પંચાયતનાં માર્ગ અને મકાન વિભાગ દ્રારા માર્ગો બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. શનિવારે ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ અને જિલ્લા સંસદસભ્ય ડો.કે.સી.પટેલનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
જેમાં પારડી પોણિયા ફળિયાથી પલસાણા માર્ગ રૂ.45લાખ, ઉમરસાડી વાડી ફળિયા નવીનગરી બ્રીજમાર્ગ 1.20કરોડ, ઉમરસાડી દેસાઇવાડ બોકસ કન્વર્ટ માર્ગ 1.40કરોડ, ઉમરસાડી દેસાઇવાડ કોસ્ટલ હાઇવેને જોડતો 45લાખ, કલસર મેઇનથી જોડતો ચોકી ફળિયા 27લાખ, કલસર મેઇન માર્ગ આમલી ફળિયા, કિકકરલા સારણ માર્ગ નવીનગરી સિયર ખાડી પુલ 2 કરોડ, પરવાસા નાનાવાઘછીપા માર્ગ 50 લાખ, પરવાસા એપ્રોચ માર્ગ કરણજી ખાડી 1.20કરોડ, વાઘછીપા આસ્મા માર્ગ બોકસ કન્વર્ટ 12લાખ. નાનાવાઘછીપા ચિત્રાપારડી આસ્મા કડવીબોર 1.80રોડ.કચવાલ મેઇન માર્ગથી જોડતો પરવાસાને જોડતો માર્ગ 40લાખ વગેરે માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું હતું.