તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરગામના પાણીખડક ગામે વિદ્યામંદિરમાં વિવિધ સ્પર્ધા યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | ખેરગામ તાલુકાના પાણીખડક ગામે આવેલી શાળા સંસ્કાર વિદ્યામંદિરમાં કલાઉત્સવ અંતર્ગત QDC કક્ષાએ ચિત્ર કાવ્યલેખન નિબંધ લેખન અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન શાળાના આચાર્ય મનોજ પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. શાળાના સ્ટાફ મિત્રોના સહકારથી QDCની 8 જેટલા શાળાના 38 સ્પર્ધકોએ દરેક સ્પર્ધામા ભાગ લીધો હતો. જેમાં માધ્યમિક વિભાગમાં 4માંથી 3 સ્પર્ધામાં ચિત્ર કાવ્ય લેખન વક્તૃત્વ થતા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 4માંથી 3 સ્પર્ધામાં ચિત્ર નિબંધ વક્તૃત્વ પ્રથમ ક્રમે પ્રાપ્ત કર્યો હતો. આ વિદ્યાર્થીઓ SVS કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધામાં નિર્ણાયકો તથા તમામ વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર એનાયત થયા હતા. આચાર્યે નિર્ણાયકો થતા અન્ય શાળાના આચાર્યોનો સહકાર બદલ આભાર માન્યો હતો. ગાંધીજીના જીવન પ્રસંગમાંથી રમુજી પ્રસંગો વિદ્યાર્થીઓને વર્ણવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...