તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીના ઉદ્યોગકાર અપહરણ-ખંડણી કેસનો મુખ્ય આરોપી રિમાન્ડ પર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપીના ઉદ્યોગકારને બળજબરીથી કારમાં બેસાડી એક રૂમમાં લઇ જઇ ગોંધી રાખીને રૂ.50 લાખની ખંડણી વસૂલનારા 11 પૈકી 7 આરોપીની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી 9 લાખથી વધુ રિકવર કર્યા હતા. જોકે આ કેસનો મુખ્ય આરોપી ઝડપાયા બાદ હાલ 10 દિવસના રિમાન્ડ પર છે. જેની પાસેથી બાકીના 40 લાખ રિકવર કરવા પોલીસે પ્રક્રિયા હાથ ધરી છે.

વાપી ચલામાં રહેતા અને કંપની ધરાવતા અમીતકુમાર શાહ 9 ફેબ્રુઆરીએ કંપનીથી ઘરે જઇ રહ્યા હતા. ત્યારે કાર અને બાઇક પર આવેલા ઇસમોએ તેમને બળજબરીથી કારમાં બેસાડી ડુંગરાના અંતરિયાળ વિસ્તારમાં લઇ ગયા હતા. જ્યાં એક ઘરમાં ગોંધી રાખી રૂ.50 લાખની માંગણી કરતા પીડિતે પિતા પાસેથી રૂપિયા અપાવતા આરોપીઓ ઉદ્યોગકારને ભડકમોરા છોડીને ફરાર થઇ ગયા હતા. આ કેસમાં અત્યાર સુધી પોલીસે કુલ 7 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.9 લાખથી વધુ રિકવર કર્યા છે. જ્યારે આ કેસમાં 8મો મુખ્ય આરોપી જય ઉર્ફે ટુન્ટુ સિંહ રહે.વાપી ડુંગરાની ધરપકડ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ આરોપી પાસેથી બાકીના રૂ.40 લાખ રિકવર કરવા પોલીસે આગળની પ્રક્રિયા હાથ ધરી છે. આરોપી ખૂબ જ રીઢો ગુનેગાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો