તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીની સમર્પણ જ્ઞાન શાળાના 7મા સ્થાપના દિનની ઉજવણીનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીની સમર્પણ જ્ઞાન શાળાના 7મા સ્થાપના દિનની ઉજવણીનું આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં ગત શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. શાળાના સ્થાપના દિવસની ઉજવણીમાં વિવિધ કૃતિઓ રજુ કરાઇ હતી. વાપીના સામાજિક અગ્રણી નગીનભાઇ પટેલે રાઇજીંગ ઇન્ડિયાના કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. આચાર્ય મનીષા ગાઉકરે શાળા દ્વારા થયેલી પ્રવૃતિનો ચિતાર આપ્યો હતો. શાલાના ચેરપર્સન હિનાબેન પટેલે શાળાએ ટુકા ગાળામાં કરેલી પ્રગતિનો વિસ્તૃત અહેવાલ આપ્યો હતો. શાળાના પ્રેસિડેન્ટ મુકેશ પટેલે શાળાના વિકાસમાં સહયોગ આપનારાઓનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...