તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી| મોરાઇ રેલવે ફાટક નજીક સોમવારે બપોરે મુંબઇથી અમદવાદ જતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| મોરાઇ રેલવે ફાટક નજીક સોમવારે બપોરે મુંબઇથી અમદવાદ જતી કર્ણાવતી ટ્રેનમાંથી નીચે પટકાતા અંદાજે 30 વર્ષના યુવકનું મોત થયું છે. ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું સ્થળ ઉપર જ મોત થયું છે. પાતળો બાંધો અને રંગે ઘઉં વર્ણીય એવા મૃતક યુવકે બ્રાઉન ઓરેન્જ કલરનું આખી બાયનું શર્ટ તથા ભુરા કલરનો જીન્સ પેન્ટ પહેરેલો હતો જેની ઓળખ થઇ શકી ન હતી. મૃતક પાસેથી રેલવે પોલીસને માત્ર વાપીથી સુરત જવા માટેની એક રેલવે ટિકિટ મળી હતી. હાલ વાપી રેલવે પોલીસે લાશને સિવિલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...