તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી તાલુકા સેવા સદનમાં મામલતદાર રજા પર જતાં ટેબલો ખાલીખમ જોવા મળી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી મામલતદાર કચેરીમાં મંગળવારે મામલતદાર આર.ડી.પટેલ રજા પરગયા હતાં. જેના કારણે સવારથી કર્મચારીઓને છૂટ મળી ગઇ હોય તેમ ગેરહાજર રહેતાં ટેબલો ખાલી જોવા મળ્યા હતાં. જેના કારણે અરજદારોને ભારે તકલીફ પડી હતી. કેટલાકઅરજદારોએ કચેરીમાં અારામ કરવાની ફરજ પડી હતી. કચેરીના એક મહિલા કર્મચારી તો કચેરી બહાર ટેબલ પર ફોનમાં મશગુલ જોવા મળ્યા હતાં.મામલતદારની ગેરહાજરીમાં જવાબદારી સંભાળતાં આરિફભાઇ કોર્ટમાં ગયા હોવાથી બપોરે એક સમયેમોટા ભાગના ટેબલો ખાલી જોવા મળ્યા હતાં. મોડી સાંજ સુધી અરજદારોએ હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો. કચેરીના મુખ્યઅધિકારીની ગેરહાજરીના કારણે કર્મચારીઓ બિન્દાસ જોવા મળ્યા હતાં. જો કે બુધવારથી મામલતદાર રાબેતા મુજબ રજા પરથી પરત આવી જશે એવી માહિતી મળી રહી છે. એક તરફ દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારના અરજદારો કચેરીમાં સરકારી કામ માટે આવતા હોય છે ત્યારે કર્મચારીઓ જ ગેરહાજર રહે ત્યારે અરજદારોએ ધરમના ધક્કા ખાવા પડે છે. જેને લઇ અરજદારોમાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો છે.

મંગળવારે મામલતદાર કચેરીમાં કર્મચારીઓની ગેરહાજરી તો અરજદારોએ બહાર કલાકો સુધી બેસી રહેવુ પડ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો