તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી સ્ટેશને 4 વોટર વેડિંગ બંધ પડતાં યાત્રીઓને પીવાના પાણી માટે હાલાકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપી સ્ટેશન સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર લગાવેલા આરઓ વોટર પ્લાન્ટના વેડિંગ મશીન બંધ રહેતા યાત્રીએ મોંધાભાવની પાણીની બોટલ ખરીદવી પડી રહી છે. આ અંગે ઝેડઆરયુસીસીના સભ્યએ રેલવે વિભાગને રજૂઆ કરીને ઉનાળા શરૂઆત પૂર્વે યાત્રીઓને સસ્તા દરે પીવાના પાણીની સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

વાપી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને 2 ઉપર ચાર આરઓ પ્યુરિફાયર વોટર વેડિંગ મશીન મુકવામાં આવ્યા હતા જેનાથી યાત્રીઓ સસ્તા દરે પીવાનું શુદ્ધ પાણી સસ્તા દરે ખરીદી શકતા હતા. જોકે, ઉનાળાની શરૂઆત થયા એ પૂર્વે જ વાપીના ચાર વેડિંગ મશીનને કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવાયા છે. વાપી સહિત સુરત, નવસારી અને ઉધના રેલ્વે સ્ટેશને ઉપર બંધ પડેલા પીવાનાં પાણીનાં RO ( વોટર વેન્ડીંગ) મશીન ચાલુ કરવા ઝેડઆરયુસીસીના મેમ્બર રાકેશ શાહે IRCTCના DGM, DRM, Senior DCM, ARO ને ફોનથી અને લેખીત રજૂઆત કરી છે. રેલવેમાં કોન્ટ્રાક્ટરે લાયસન્સ ફી ન ભરવાનાં કારણે વાપી સહીત અન્ય રેલ્વે સ્ટેશનો ઉપર પાણીનાં RO મશીન બંધ કરાવી દીધા છે. જેને કારણે યાત્રીઓને તકલીફ પડી રહી છે.

યાત્રીઓ મજબૂરીથી ઊંચા ભાવે પાણીની બોટલ ખરીદી કરી રહ્યા છે, જેમાં સૌથી વધુ ગરીબ પેસેન્જરોને ભોગવવું પડી રહ્યું છે. રેલ્વેએ નિયમ મુજબ લાયસન્સ ભલે કેન્સલ કરી દીધા હોઇ પણ વૈકલ્પિક વ્યવસ્થા યાત્રીઓનાં હીતમાં કરવી જોઈએ કેમ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે. ગરીબ અને મધ્યમ વર્ગ સહીત દરેક પેસેન્જરોને પાણીની બોટલો ખરીદવી ના પડે તે માટે ઝેડઆરયુસીસી રાકેશ શાહે સુરત ARO ગરુડાજી, સુરત સ્ટેશન મેનેજર, મુંબઈ IRCTCના અધિકારીઓ સાથે ચર્ચા કરી મેઈલ મોકલી બંધ પડેલાં પાણીનાં RO મશીન તાત્કાલિક ચાલુ કરવા અથવા અન્ય વ્યવસ્થા કરી યાત્રાઓને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો