તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી નગરપાલિકાનાં ઉપપ્રમુખને પ્રમુખ બનાવ્યા, ઉપપ્રમુખમાં મહિલાને પ્રાધાન્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી પાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપ્રમુખના પદ માટે શુક્રવારે સાંજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી થઇ હતી. સામાન્ય સભા શરૂ થવા સુધી પાલિકા પ્રમુખપદે દિલિપ દેસાઇનું નામ ચારે તરફ ચર્ચામાં હતું, પરંતુ ભાજપ સંગઠને પાલિકા પ્રમુખપદ માટે વર્તમાન ઉપપ્રમુખ વિઠ્ઠલભાઇનો મેન્ડેડ આપતાં હાજર તમામ સભ્યો પણ ચોંકી ઉઠયા હતાં. જયારે ઉપપ્રમુખ તરીકે ભાજપને મહિલાને પ્રાધાન્ય અાપતાં મુકુન્દ્રાબેન પટેલની વરણી થઇ હતી. આ ચૂંટણીમાં સૌ પ્રથમ વખત ભાજપ સંગઠનને પ્રાંત અધિકારીની સાથે તમામ ચૂંટાયેલા સભ્યોને મેન્ડેડ આપી પક્ષના આદેશ મુજબ કામગીરી કરવા જણાવ્યું હતું.

વાપી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખપદનો તાજ કોને પહેરાવાશે તેની આતુરતા વચ્ચે શુક્રવારે સાંજે 5 કલાકે પાલિકાના સભાખંડમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારી ઝાલાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. ઇન્ચાર્જ ચીફ ઓફિસરસ જે.યુ.વસાવાની હાજરી વચ્ચે પ્રાંત અધિકારીએ પ્રમુખ-ઉપપ્રમુખની દાવેદારી માટે તમામ સભ્યોને 15 મિનિટનો સમય આપ્યો હતો. આ દરમિયાન વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇએ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટે મોકલેલા મેન્ડેટને શહેર ભાજપ પ્રમુખ મિતેશ દેસાઇએ પ્રાંત અધિકારીને આપ્યો હતો. ભાજપે પ્રમુખપદ માટે વર્તમાન ઉપપ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ ...અનુસંધાન પાના નં.3

પ્રમુખપદ મેળવવા નેતાઓ ભરૂચ પહોંચ્યા
પ્રમુખપદ મેળવવા વાપીના કેટલાક નેતાઓ ભરૂચ પ્રદેશ ભાજપ મહામંત્રીને મળવા પહોંચ્યા હતાં. પોતાના જુથના એક ચોકકસ વ્યકિતને પ્રમુખ બનાવવા મરણિયા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પણ ભલામણો કરવામાં આવી હતી, પરંતુ પ્રમુખપદનો ફાઇનલ નિર્ણય વલસાડ જિલ્લા ભાજપ સંગઠને લીધો હતો. જો કે કેટલાક સિનિયર નેતાઓ વિઠ્ઠલ પટેલ પ્રમુખ બનશે એવું જાણતાં હતા એવું કહે છે, પરંતુ આ દાવો સાચો કે કેમ તે સવાલ ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...