તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી ગુંજન ચાર રસ્તાથી સુખાલા 19 કિ.મી.માર્ગથી 7 ગામોને રાહત મળશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી અમીરસ હોટલથી સુખાલા સુધીના માર્ગનો સૌથી વધારે વાહન ચાલકો ઉપયોગ કરે છે. વાહન ચાલકોની સુવિધાને ધ્યાનમાં લઇ પારડી ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઅાતના પગલે વિધાનસભાના બજેટ સત્રમાં વાપી-કોપરલી અંભેટી સુખાલા સુધીના 19.10 કિ.મી. માટે 21.90 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે શહેરના નજીકના 7 ગામોને રહીશોને અવર-જવર માટે એકદમ સરળતા થઇ જશે.

વાપી શહેર તથા નજીકના ગામોના સ્થાનિકોની શહેર સાથે સતત કનેકટિવિટી રહે છે. ખાસ કરીને વાપી-કોપરલી રોડ ચોવીસ કલાક ધમધમતો રહે છે. ત્યારે વાહન ચાલકોને વધુ સુવિધા મળે તે માટે પારડી ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇએ વાપીથી સુખાલા સુધી 19.10.કિ.મી. સુધીનો માર્ગ 10 મીટર પહોળો બનાવવા સરકારમાં ધારદાર રજૂઆતો કરી હતી. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને રજૂઅાત કરાતાં આ બજેટમાં વાપી અમિરશન હોટલથી કોપરલી-અંભેટી-સુખાલા સુધી 19.10 કિ.મી. માર્ગ માટે 21.90 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ માર્ગ 10 મીટર પહોળો બનાવાથી 7થી 8 ગામોના લોકોને ફાયદો થશે. શહેર નજીક આવેલાં છરવાડા,રાતા, કોચરવા, પંડોર કોપરલી, અંભેટી અને સુખાલાના ગ્રામજનોને માર્ગની સુવિધા મળી રહેશે. પારડી ધારાસભ્યની રજૂઆતના કારણે હજારો વાહન ચાલકોને હવે માર્ગનો પ્રશ્ન હલ થશે.

ટેન્ડરો બહાર પાડવા સૂચના આપી દેવાઇ છે
વાપી-સુખાલા મહત્વના રોડને સરકારે મંજુરી આપી દીધી છે. મંજુરી બાદ જવાબદાર અધિકારીઓને પણ ઝડપથી ટેન્ડરની પ્રક્રિયા કરવા સૂચના અાપી દેવામાં આવી છે. આ માર્ગના કારણે ત્રણ તાલુકાના લોકોને અવર-જવરમાં સરળતા રહેશે. સરકારે રજૂઆતને ધ્યાને લેતાં આ પ્રશ્ન હલ થયો છે. કનુભાઇ દેસાઇ ,ધારાસભ્ય,પારડી

ભાસ્કર ન્યુઝ | વાપી

વાપી અમીરસ હોટલથી સુખાલા સુધીના માર્ગનો સૌથી વધારે વાહન ચાલકો ઉપયોગ કરે છે. વાહન ચાલકોની સુવિધાને ધ્યાનમાં લઇ પારડી ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઅાતના પગલે વિધાનસભાના બજેટ સત્રમાં વાપી-કોપરલી અંભેટી સુખાલા સુધીના 19.10 કિ.મી. માટે 21.90 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે શહેરના નજીકના 7 ગામોને રહીશોને અવર-જવર માટે એકદમ સરળતા થઇ જશે.

વાપી શહેર તથા નજીકના ગામોના સ્થાનિકોની શહેર સાથે સતત કનેકટિવિટી રહે છે. ખાસ કરીને વાપી-કોપરલી રોડ ચોવીસ કલાક ધમધમતો રહે છે. ત્યારે વાહન ચાલકોને વધુ સુવિધા મળે તે માટે પારડી ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇએ વાપીથી સુખાલા સુધી 19.10.કિ.મી. સુધીનો માર્ગ 10 મીટર પહોળો બનાવવા સરકારમાં ધારદાર રજૂઆતો કરી હતી. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને રજૂઅાત કરાતાં આ બજેટમાં વાપી અમિરશન હોટલથી કોપરલી-અંભેટી-સુખાલા સુધી 19.10 કિ.મી. માર્ગ માટે 21.90 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ માર્ગ 10 મીટર પહોળો બનાવાથી 7થી 8 ગામોના લોકોને ફાયદો થશે. શહેર નજીક આવેલાં છરવાડા,રાતા, કોચરવા, પંડોર કોપરલી, અંભેટી અને સુખાલાના ગ્રામજનોને માર્ગની સુવિધા મળી રહેશે. પારડી ધારાસભ્યની રજૂઆતના કારણે હજારો વાહન ચાલકોને હવે માર્ગનો પ્રશ્ન હલ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો