તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીના કરવડમાં પ્રદૂષણનો સરવે કરવા ગયેલા અધિકારીઓને ધમકી, 3 સામે ફરિયાદ નોંધાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં જીપીસીબીના મેમ્બર સેેક્રેટરીએ પ્રદુષણ મામલે કાર્યવાહીની સૂચના આપતાં જીપીસીબી,પંચાયતની ટીમ સરવે કરતાં વાપીના કરવડ ગામે પહોંચી હતી. જ્યાં એક મહિલા અને બે છીરીના ઇસમોએ તંત્રની ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ડુંગરા પોલીસને જાણ કરાઇ હતી. ડુંગરા પોલીસે ગુુનો નોંધી જરૂરી તપાસ હાથ ધરી હતી.

કરવડના માજી સરપંચ અને સભ્ય દેવેન્દ્ર પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતું કે મંગળવારે બપોરે 12 વાગ્યે તલાટી જૈમિન રાવલ, ગામના આગેવાન રણજીતભાઇ બાબરભાઇ પટેલ, મહેશભાઇ રમણભાઇ પટેલ, પ્રકાશ બાલુુભાઇ પટેલ અન્ય આગેવાનો હાજર હતાં. આ વખતે રેવન્ય તલાટી ભૌમિકભાઇ તથા જીપીસીબીના અધિકારી પચંયાત પર આવી સમગ્ર ટીમ કરવડ તંબાડી ફાટક ત્રણ રસ્તા પાસે આવતાં આસપાસના વાતાવરણમાં ધુમાડો જોવા મળ્યો હતો. જેને જોવા માટે જતાં જાગૃતિબેન નિલેશભાઇ મોહનભાઇ પટેલની જગ્યામાં તથા સરકારી પડતર જમીનમાં પ્લાસ્ટિકનો કચરો વેસ્ટ સળગતા હતાં. ત્યાં આઇસર ટેમ્પા નં. જીજે 06 એકસ.એકસ 9102 તથા બે ઇસમો અબ્દુલ રહીમ સલાઉદ્રીન ખાન ઉ.વ.34, રહે છીરી , આરીફઅલી મહમદ ઇદરીશ મન્સુરી રહે છીરી, જાગૃતિબેન પટેલને જીપીસીબીના અધિકારીએ પુછયુ હતું કે કોની મંજુરીથી વેસ્ટ સળગાવો છો, મંજુરી લીધી છે. ત્યારે જાગૃતિબેન એકદમ ઉશ્કેરાઇ જઇ સરકારી ફરજમાં રૂકાવત ઊભી કરી હતી. અન્ય બે ઇસમોએ જાગૃતિબેન પાસે જમીન ભાડે લઇ સળગાવી તેમ કહી ઉશ્કેરાઇ જઇ જાનનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇ ડુંગરા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસની ટીમ સ્થળ પર આવતાં ત્રણેય વ્યકિતઓ ઉશ્કેરાઇ જઇ પોલીસની ફરજમાં અડચણ ઊભી કરી હતી. બુમાબુમ થઇ જતાં આજુબાજુના લોકો આવી જતાં ત્રણેય ઇસમો ભાગી છૂટયા હતાં.

આ લોકો સામે આ કલમ હેઠળ ગુનો
ઇ.પી.કો.કલમ 186, 268, 270,,278, 285, 120 (બી) , 504, 506(2) તથા પર્યાવરણ અધિનિયમની કલમ 15 મુજબ અબ્દુલ રહીમ સલાઉદ્રીન,આરફઅલી મહમદ ઇદરીશ મન્સુરી ,જાગૃતિ નિલેશ પટેલ વિરુધ્ધ ગુનો નોંધી પોલીસે જરૂરી તપાસ હાથ ધરી હતી. પ્લાસ્ટીકનો વેસ્ટ સળગાવી જાહેર જીવન તથા ખાડી(નદી)નું પણી પ્રદુષિત કરી ,હવા તથા તંદુરસ્તીને નુકસાન થાય તેવું પર્યાવરણને હાનિ થાય તેવુ કૃત્ય કરી જાહેર જનતાને હાનિ પહોચાડવા અંગેની ફરિયાદ પોલીસે નોંધી હતી.તાજેતરમાં જીપીસીબીના મેમ્બર સેેક્રેટરીએ પ્રદુષણ મામલે કાર્યવાહીની સૂચના આપતાં જીપીસીબી,પંચાયતની ટીમ સરવે કરતાં વાપીના કરવડ ગામે પહોંચી હતી. જ્યાં એક મહિલા અને બે છીરીના ઇસમોએ તંત્રની ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ડુંગરા પોલીસને જાણ કરાઇ હતી. ડુંગરા પોલીસે ગુુનો નોંધી જરૂરી તપાસ હાથ ધરી હતી.

કરવડના માજી સરપંચ અને સભ્ય દેવેન્દ્ર પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતું કે મંગળવારે બપોરે 12 વાગ્યે તલાટી જૈમિન રાવલ, ગામના આગેવાન રણજીતભાઇ બાબરભાઇ પટેલ, મહેશભાઇ રમણભાઇ પટેલ, પ્રકાશ બાલુુભાઇ પટેલ અન્ય આગેવાનો હાજર હતાં. આ વખતે રેવન્ય તલાટી ભૌમિકભાઇ તથા જીપીસીબીના અધિકારી પચંયાત પર આવી સમગ્ર ટીમ કરવડ તંબાડી ફાટક ત્રણ રસ્તા પાસે આવતાં આસપાસના વાતાવરણમાં ધુમાડો જોવા મળ્યો હતો. જેને જોવા માટે જતાં જાગૃતિબેન નિલેશભાઇ મોહનભાઇ પટેલની જગ્યામાં તથા સરકારી પડતર જમીનમાં પ્લાસ્ટિકનો કચરો વેસ્ટ સળગતા હતાં. ત્યાં આઇસર ટેમ્પા નં. જીજે 06 એકસ.એકસ 9102 તથા બે ઇસમો અબ્દુલ રહીમ સલાઉદ્રીન ખાન ઉ.વ.34, રહે છીરી , આરીફઅલી મહમદ ઇદરીશ મન્સુરી રહે છીરી, જાગૃતિબેન પટેલને જીપીસીબીના અધિકારીએ પુછયુ હતું કે કોની મંજુરીથી વેસ્ટ સળગાવો છો, મંજુરી લીધી છે. ત્યારે જાગૃતિબેન એકદમ ઉશ્કેરાઇ જઇ સરકારી ફરજમાં રૂકાવત ઊભી કરી હતી. અન્ય બે ઇસમોએ જાગૃતિબેન પાસે જમીન ભાડે લઇ સળગાવી તેમ કહી ઉશ્કેરાઇ જઇ જાનનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇ ડુંગરા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસની ટીમ સ્થળ પર આવતાં ત્રણેય વ્યકિતઓ ઉશ્કેરાઇ જઇ પોલીસની ફરજમાં અડચણ ઊભી કરી હતી. બુમાબુમ થઇ જતાં આજુબાજુના લોકો આવી જતાં ત્રણેય ઇસમો ભાગી છૂટયા હતાં.

અન્ય સમાચારો પણ છે...