તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી અને પારડી તાલુકા માર્ગ અને મકાન વિભાગ દ્વારા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપી અને પારડી તાલુકા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના વલસાડ જિલ્લાના પારડી વિધાનસભા મત વિસ્તારના કુલ 4.24 કરોડના માર્ગોની સરકારે મંજુરી આપી છે. આ 15 માર્ગોમાં વાપી કરવડ નેવટી ફળિયા 22 લાખ, કરવડ શૈલેષ ચીમનના મહોલ્લાથી ઠાકોર ગાંડાના મહોલ્લા થઇ થર્ડ ફેઇઝ ધીરજ ઇન્ટર મિડિયેટ તરફ 22 લાખ, સલવાવ ધનાવાડી સ્મશાનભૂમિ મુખ્ય રસ્તાથી રમેશ છીબુ હળપતિના મહોલ્લા થઇ વલ્લભખંડુના મહોલ્લા તરફ 22લાખ, સલવાવ બુધાન ફળિયા બિલખાડીથી નરેશભાઇ વકીલના ફળિયાથી માયાવંશી મુખ્ય રસ્તાને જોડતો માર્ગ 22 લાખ, સલવાવ બ્રાહમણ ફળિયાથી ભવાની મંદિર થઇ નહેર સુધી 25 લાખ , બાલદા મોરા ફળિયાથી પારનદી સ્મશાન ભૂમિ તરફ 22 લાખ, ચીવલ મુખ્ય રસ્તાથી મોટા વાઘછીપા નવીનગરી 38 લાખ, આમળી ડુંગરી મુખ્ય રસ્તાથી મોહના નથ્થુના ઘર તરફનો માર્ગ 26 લાખ, પારડી સ્ટે.થી પોણિયા પર સ્લેબ ડ્રેઇ્ન 30 લાખ, બાલદાથી વલ્લભઆશ્રણ શાળા પારનદી તરફ 33 લાખ, ઉમરસાડી નવીનગરથી પલસાણા ગંગાજી 45 લાખ, બગવાડા ખાડી ફળિયામાં બાબુભાઇ વસંતભાઇના ઘરથી મજીસ્દ ફળિયા થઇ સારણ બગવાડાને જોડતો 22 લાખ, પલસાણા કોસ્ટલ હાઇવેથી કોળીવાડ વોલ સાથે 50 લાખ, સોઢલવાડા નથુડા ફળિયા 25 લાખ, વેલપરવાથી ડુંગરી તરફનો માર્ગ 20 લાખ સહિતના વિવિધ માર્ગોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો