Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી અજીત સેવા ટ્રસ્ટ સંચાલિત રાતા પાંજરાપોળ ગૌશાળાના લાભાર્થે
વાપી અજીત સેવા ટ્રસ્ટ સંચાલિત રાતા પાંજરાપોળ ગૌશાળાના લાભાર્થે સોમવારે સાંજે ચલા સ્થિત અજીત નગરના ગ્રાઉન્ડમાં એક શામ ગૌમાતા કે નામ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વાપી શ્રીનાકોડા સોશિયલ ગ્રુપ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં રાજસ્થાન અને ગુજરાતની પ્રસિધ્ધ ગાયિકા આશા વૈષ્ણવ અને ગ્રુપ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર ઓમજી આચાર્ય મંચનું સંચાલન કરશે. આ કાર્યક્રમમાં દરેક જીવદયા પ્રેમીને હાજર રહેવા માટે આમત્રંણ પાઠવવામાં આવ્યું છે.
મકરસંક્રાતિની પૂર્વ સંધ્યાએ ગાય માતાના લાભાર્થે થનારા સાંસ્કૃતિ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાકોડા ગ્રુપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ચલા અજીત નગરના ગ્રાઉન્ડમાં સાંજે 7.30 કલાકથી કાર્યક્રમનો શુભારંભ થશે. કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઅો ચાલી રહી છે. સોમવારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.