વાંકલ | ઉંમરપાડા તાલુકાના આમલી દાબડા ગામે ઈન્ડિકા કારમાં પરપ્રાંતીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | ઉંમરપાડા તાલુકાના આમલી દાબડા ગામે ઈન્ડિકા કારમાં પરપ્રાંતીય દારૂની ખેપ મારત એક ઈસમને 1,62,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે મદદગારી કરી રહેલે બે ખેપિયાઓ ભાગી છૂટતાં ઉંમરપાડા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઉંમરપાડા પોલીસના ફોજદાર એ. બી. મોરી અને તેમના સ્ટાફના માણસોએ બાતમીના આદારે આમલી દાબડા ગામે વોચ ગોઠવતાં ઈન્ડિકા કારમાં દારૂની હેરાફેરી કરતો સકસેનભાઈ માનસિંગ વસાવા (રહે. બલાલકૂવા, તા. ઉંમરપાડા)ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...