તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

12મીએ વાંકલ સરકારી કોલેજની ચૂંટણી યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિનયન કોલેજ અને વાણિજ્ય કોલેજમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

કોલેજનું ચાલુ શૈક્ષણિક વર્ષ 2018-19 માટે વિદ્યાર્થી સંઘની કુલ 30 બેઠકના વિવિધ વર્ગના પ્રતિનિધિઓ માટે ચૂંટણી યોજવાનો કાર્યક્ર જાહેર કરાયો છે. જેમાં ઉમેદવારી પત્રક સ્વીકારવાની અંતિમ તારીખ 5 જાન્યુઆરી હતી. ઉમેદવારપત્ર ચકાસણી 7મીના રોજ કરાશે. તેમજ ઉમેદવારી પત્ર કેંચવાની તારીખ 9મી જાન્યુઆરી છે. ત્યારબાદ ઉમદેવારોની આખરી યાદી પ્રસિદ્ધ કર્યા પછી 12-1-2019ના રોજ સવારે 11થી 12 કલાક દરમિયાન મતદાન અને મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી શરૂ કરવામાં આવશે. પરિણામ બાદ તુરંત જ વિજેતા પ્રતિનિધિઓમાંથી જનરલ સેક્રેટરી (જીએસ)ની ચૂંટણી યોજવામાં આવશે. અને નવા જીએસની વરણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...