તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News Vandana Bhatt Becomes President For The 6th Time In The Narmada District Bar Association 073055

નર્મદા જિલ્લા બાર એસોસિએશનમાં સતત 6ઠ્ઠી વખત વંદના ભટ્ટ પ્રમુખ પદે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લા બાર એસોસિએશન (વકીલ મંડળ)ની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી તથા સહમંત્રી તમામ બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન પ્રમુખ કુ. વંદનાબેન ભટ્ટ સતત છઠ્ઠીવાર વિજેતા બનતા તેઓને વકીલોએ અભિનંદન પાઠવ્યા હતા. નર્મદા જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી નવા નિયમો મુજબ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણી કમિશ્નર તરીકે વકીલ ભદ્રેશ ચોકસી, અશ્વિનાબેન શુક્લ અને મીનલબેન ગોહિલે સેવા આપી હતી.

આજરોર યોજાયેલી ચૂંટણીમાં છેલ્લા 5 ટર્મથી પ્રમુખ પદે રહેલા કુ. વંદનાબેન ભટ્ટે ફરી 6ઠ્ઠી ટર્મ માટે પણ પ્રમુખપદે ઉમેદવારી નોંધાવી હતી. જેમને સર્વાનુંમતે બિનહરીફ જાહેર કરી ચૂંટી કાઢ્યા હતા. તો ઉપપ્રમુખ પદે યુવા વકીલ સંગ્રામસિંહ માત્રોજા, મંત્રી તરીકે બળવંત વસાવા અને સહમંત્રી તરીકે આદિલખાન પઠાણે ઉમેદવારી નોંધાવી હતી. આ તમામ 4 ઉમેદવારો સામે કોઈ અન્ય ઉમેદવારોએ પોતાની દાવેદારી નહીં નોંધાવતા આખરે તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે.

નર્મદા જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી યોજાતાં પ્રમુખ-મંત્રીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રવિણ પટવારી

અન્ય સમાચારો પણ છે...