તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડીના રોહિણા ધગડમાડ રસ્તાનુ ખાતમુહૂર્ત રવિવારે વલસાડના સાંસદ ડો.કે.સી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પારડીના રોહિણા ધગડમાડ રસ્તાનુ ખાતમુહૂર્ત રવિવારે વલસાડના સાંસદ ડો.કે.સી પટેલ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના હસ્તે કરાયું હતું. આ માર્ગ 12 ફૂટ પહોળો હતો જેને સરકાર તરફથી રૂ. 15.50 કરોડની ફાળવણી કરાતાં 32 ફૂટ પહોળો ડામરનો રસ્તો આજુબાજુ ત્રણ ત્રણ ફૂટ સાઈડસોલડીંગ બનાવવામા આવશે. જિલ્લા પં.ના કારોબારી અધ્યક્ષ શંકરભાઇ પટેલ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ નરેશભાઈ પટેલ,મહેશભાઇ દેસાઇ, કાર્યપાલક ઇજનેર એમ એમ ચૌધરી,ઇજનેર મેહુલભાઇ પટેલ, શૈલેશકુમાર પટેલ ગોઈમા સરપંચ સુભાષભાઈ પટેલ સહિત સરપંચો હાજર રહ્યા હતાં. વલસાડ જિલ્લા ભાજપના પમુખ કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે આ રસ્તો પહોળો બનશે એટલે અકસ્માતોની સંખ્યા ઘટી જશે. સ્થાનિકોને મોટી રાહત થવાની છે. આ કાર્યકમને સફળ બનાવવા માર્ગ મકાન વિભાગના ઈજનેરો, સરપંચ સુભાષભાઈ પટેલ, ભાજપના અગ્રણી બ્રીજેશભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. આભારવિધિ તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ શૈલેશકુમાર આર પટેલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો