તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરરાજ્ય વોલીબોલ ટુર્ના.માં વાલોડની ટીમ ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માયપુર |મહારાષ્ટ્રના ભીવંડી ખાતે 5 રાજ્યોની 8 ટીમોએ ભાગ લઇ ટુર્નામેન્ટમાં અમીનની ગુજરાતની ટીમ વિજેતા થઇ હતી, અને ટુર્નામેન્ટમાં બેસ્ટ પ્લેયરની સિદ્ધિ પણ અમીન શેખને મળી હતી.

ભીવંડી ખાતે માહેશ્વરી સમાજ અને મહેશ સ્પોર્ટ્સ એસોસિયેશન આયોજિત ડે-નાઈટ ટુર્નામેન્ટમાં 5 રાજ્યો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતની આઠ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં ગુજરાતના તાપી જિલ્લાના વાલોડની અમીનની ટીમ અને બડા ફાલસા ભીવંડીની ટીમો ફાઇનલમાં આવી હતી. જેમાં વાલોડની ટીમે વિજય મેળવ્યો હતો અને ભીવંડીની ટીમ રનર્સ અપ રહી હતી. વિજેતા ટીમને ટ્રોફી અને રૂ.21000/-નું ઇનામ અને રનર્સ અપને ટ્રોફી અને 11 હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...