તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલોડ વકીલ મંડળના હોદ્દેદારો વરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માયપુર | વાલોડ ખાતેની કોર્ટમાં તા. 21મીના રોજ એક વર્ષ માટે વાલોડ વકીલ મંડળના હોદ્દેદારોની વરણી કરી વકીલ મંડળની રચના કરવા માટે વકીલો ભેગા થયા હતા, વાલોડ કોર્ટની શરૂઆતથી આજદિન સુધી વકીલ મંડળના હોદ્દેદારોની વરણી બિનહરીફ અને સર્વાનુમતે થતી આવી છે, વર્ષોની ચાલતી આવતી પરંપરા અને વકીલોમાં રહેલી સર્વસંમતિને કારણે આજદિન સુધી મંડળની રચના કરવા માટે ચૂંટણી કરવામાં આવી નથી, વકીલ મંડળની રચના કરવા માટે તમામ વકીલોએ પ્રમુખ તરીકે અર્ચનાબેન યુ. શાહ, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ ડી.ચૌધરી, મંત્રી તરીકે ભરતભાઈ એમ. પટેલ, ખજાનચી તરીકે હર્ષેન્દુભાઇ દેસાઈ,લાયબ્રેરિયન તરીકે પ્રિયન્કાબેન ચૌધરી, અને સહમંત્રી તરીકે મીનાબેન ચૌધરીની સર્વાનુમતે કરવામાં આવી હતી, તમામ વકીલોએ નવા હોદ્દેદારોને શુભેછાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો