તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News Vadia39s Win City Charges On Electricity Bills Stopped By City Charges 071607

વડિયાની જીત : વીજ બિલોમાં સિટી લખીને વસૂલાતો શહેરી ચાર્જ બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીજ કંપની દ્વારા વાડિયા ગામના હજારો રહીશોને સિટીનો ચાર્જ વસૂલી છેલ્લા 12 વર્ષથી છેતરી રહ્યા હતા. જે બાબતની વડીયા ગ્રામ પંચાયતને જાણ થતા ગ્રામપંચાયતે ઠરાવ કરી સરપંચ સહીત આગેવાનોએ વીજ કંપનીમાં રજુઆત કરતા વીજ કંપનીને ભૂલ સમજાઈ હતી.

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલાને અડીને આવેલા વડિયા ગામમાં આશરે 3600 જેટલી વસ્તી છે. જેમાં ગામ, સોસાયટીઓ મળી 2000 જેટલા ઘરો અને જેમાં વીજ કનેક્શનો છે. ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વડિયા ગામ ગ્રામપંચાયત હોય ગ્રામ્ય વિસ્તાર માંઆવતું હોવા છતાં વડીયા વિસ્તરના તમામ વિજ કનેકશના બીલમાં CT લખી શહેરના પ્રમાણે વધુ વીજબીલ વસુલ કરવા મા આવતુ હતુ. આ સિલસીલો લગભાગ 12 વર્ષથી ચાલતો આવ્યો છે. આ મુદ્દો ગ્રમસભામાં ઉઠ્યા બાદમા સરપંચ મહેશ રજવાડી, સભ્ય વિજય વસાવા, પુર્વ સરપંચ અમિત વસાવા સહિત આગેવાનો એ જિલ્લા કલેકટર, જીલ્લાવિકાસ અધિકારી, અધિક્ષક ઇજનેર ડીજીવીસીએલ રાજપીપળા ને લેખીત રજુઆત કરતા જેની તપાસ મા વીજ કંપની એ આ ભૂલ સુધારી જી.આર.જી.પી.આર ટેરીફ CT ને સુધારી ગ્રામ્ય કર્યુ જેમના સોફ્ટવેરમા પણ તેમણે બદલી નાખ્યું હતું.

અત્યાર સુધી વીજ કંપનીએ લાખો રૂપિયા ઉઘરાવ્યા

અમારા ગામની સ્વતંત્ર પંચાયત છે જે ગામડું છે છતાં શહેરમાં ખપાવી છેલ્લા 12 વર્ષથી વીજ કંપની શહેરી વિસ્તારનો ચાર્જ વસુલ કરતી હતી. અત્યાર સુધી લાખો રૂપિયા DGVCL દ્વારા ઉઘરાવાયા છે એમની ભૂલ છે. હવે જ્યારે આ ભૂલ સુધારી છે ત્યારે જ્યારથી સીટી મા ગણીને વધુ ચાર્જ લાગુ કર્યો હસે એમના સોફ્ટવેર મા બતવશે તો તે પ્રમાણે તમામ વિજ બીલ કનેક્શન ધારક ને આ ભૂલ થઇ હોય ત્યારથી અત્યાર સુધી વધારાનો જે ચાર્જ વડીયા ગામના ગ્રામજનો પાસેથી ચાર્જ વસુલ્યો છે જે પરત કરો અથવા તેમને બિલોમાં રિફંડ જમા કરો જેવી માંગ છે. > મહેશ રજવાડી, સરપંચ, વડિયા ગ્રામ પંચાયત

વીજ કંપની પાસે રિફંડ અને સિંચાઈ માટે ઓછા દરે વીજળીની માંગ

ગામનાં લોકોએ પંચાયત પાસે ફટાકડા ફોડી આતીશબાજી કરી

_photocaption_વીજ કંપની દ્વારા શહેરનો ચાર્જ બંધ કરાતા લોકોએ ખુશી વ્યકત કરી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...