તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડપાડા નેશુનો રસ્તો જર્જરિત બનતાં ગ્રામજનો ત્રસ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ તાલુકાના નારણપુરથી વડપાડા નેશુને જોડતા રસ્તો તુટીને જર્જરિત બની ગયો છે. તેમ છતાં તંત્ર બેદરકારી રહેતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યાં છે. ઉચ્છલ તકાલુકાના નારણપુર ગામેથી પસાર થતાં હાઈવેથી નેશુ વડપાડાને જોડતા રસ્તો આમોત ઘણા સમયથી નવો બન્યો નથી, પરંતુ આ જૂના રસ્તા પર આવેલ ગરનાળાઓ નજીક રસ્તો અને ગરનાળાના પુલના ડિવાઈડરના પથ્થરો તૂટી જતાં અને ચોમાસા દરમિયાન ધોવાણ થઈ ગયેલ છે. ઠેરઠેર ખાડા પડી ગયા છે. ઉડાણ વિસ્તારના જંગલ વિસ્તારમાં આવેલ ગામ તરફ જવા આવવા માટે સરકાર દ્વારા વાતો વારંવાર થાય છે પરંતુ વાહન વ્યવહાર માટે ઉપયોગી આ રસ્તાની મરામત થતી નથી. જેના કારણે ગરનાળા નજીકનો રસ્તો તથા ડિવાઈડરનો પથ્થરો ધોવાણ થઈ જતાં જેને કારણે લોકએ હાલાકી ભોગવવાનો વારો આવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નારણપુરથી વડવાના નેશુ ગામ તરફ જતો રસ્તો ઘણા સમયથી બેહાલ છે. જે વારંવારની ફરિયાદના પગલે પણ રિપેરિંગ ન થતાં રસ્તા બાબતે ઉપેક્ષા સેવતા રાહદારીઓ વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવેલ છે. જેમાં ગત ચોમાસામાં તો રસ્તાઓની હાલત વધુ બત્તર થઈ જાય છે. રાત્રિ દરમિયાન કેટલીકવાર ગરનાળા પરથી પસાર થતાં કેટલીયવાર વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. પરંતુ તંત્ર રસ્તા બનાવવા અંગે ઉદાસીન વલણ અપનાવી રહ્યું છે. પ્રજાની પરેશાનીને ધ્યાને લઈ વહેલી તકે રસ્તા મરામતની કામગીરી શરૂ થાય એવી લોક માંગ ઉભી થઈ છે.

ઉચ્છલ તાલુકાના નારણપુરાથી વડપાડા નેશુને જોડોતો જર્જરિત માર્ગ જેની લાંબા સમયથી મરામત નથી થઇ.

તપાસ કરીને ઉકેલ લાવવામાં આવશે
આ અંગે ઉચ્છલ માર્ગ મકાન વિભાગની ઈજનેર ચૌધરી પિયુષુભાઈના જણાવ્યા અનુસાર તપાસ કરી યોગ્ય કામ કરવામાં આવશે. પીયૂષભાઈ ચૌધરી, ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ, ઉચ્છલ

અન્ય સમાચારો પણ છે...