તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીરૂપી પારસમણિને વિવેકપૂર્ણ રીતે વાપરવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવિ પેઢીને સમૃધ્ધ જળ વારસો આપવાના મહાઅભિયાન એવા ‘સુજલામ સૂફલામ જળ અભિયાન’નો વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શેઠી ગામેથી પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લામાં અંદાજે રૂા.૮.૯૨ કરોડના ખર્ચે ૨૫૬ જેટલા જળસંચયના કામો કરવામાં આવશે. જેના થકી ૨.૦૯ લાખ ઘન મીટર જથ્થામાં વધારાના વરસાદી પાણીનો સંગ્રહ થશે.

પાણીરૂપી પારસમણિનો વિવેકપૂર્ણ અને કરકરસરભર્યો ઉપયોગ કરવાની હિમાયત કરતા વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ગત વર્ષે શરૂ કરવામાં આવેલા જળસંચય અભિયાનને અપ્રિતમ સફળતા મળી હતી. જેના કારણે આ વર્ષે લોક માંગણીને ધ્યાને લઈ બે મહિના વહેલા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ભાવિપેઢીને સમૃધ્ધ જળવારસો આપવા ગુજરાતે જળસંચયનો અદ્દભુત પુરૂષાર્થ યજ્ઞ આરંભ્યો છે તેમ જણાવીને મંત્રીએ કહ્યું કે, આ વર્ષે સમગ્ર રાજયમાં પાંચ હજાર મશીનરીઓ તથા અઢાર હજાર ટ્રેકટરો દ્વારા તળાવો, ચેકડેમોને ઉંડા કરવામાં આવશે. આ વર્ષે રાજય સરકાર જળસંચય માટેની ૬૦ ટકા રકમ ભોગવશે, જયારે ૪૦ ટકા જે તે ગ્રામ પંચાયતો, એન.જી.ઓ. કે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓની ભાગીદારી દ્વારા આ અભિયાનને સફળ બનાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સંગઠન પક્ષ પ્રમુખ દિલિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં જળને દેવ માનીને તેનું પુજન, અર્ચન કરવામાં આવે છે. ગત વર્ષની સફળતાને ધ્યાને લઈ આ વર્ષે બમણા જોમ અને ઉમંગ સાથે જળસ્ત્રોતોના પુનઃજીવન કરવાના કાર્યમાં સૌને જોડાવાનો અનુરોધ રાઠોડે કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ ગામીત, કારોબારી અધ્યક્ષ દિપકભાઈ, સિંચાઈ વિભાગના અધિક્ષક મહાકાલ, નાયબ વન સંરક્ષક પુનિત નય્યર, સરપંચ મતિ રમીલાબેન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો