તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેત્રંગમાં આઈસ્ક્રિમની ફેરી કરવા જતાં યુપીનો યુવાન કચડાતા સારવારમાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આઈસ્ક્રીમ કુલ્ફી બનાવી ટેમ્પોમાં ગામે ગામ જઈ વેપાર કરતા એક વેપારીને ત્યાં ઉત્તરપ્રદેશથી આવેલો તેમનો કુટુંબી યુવાન ધંધામાં જોડાયો હતો. જે ગતરોજ ગામડામાંથી પર ફરી રહ્યો હતો ત્યારે ચાસવડ પાસે રોડ ઉપર પથ્થર આવતાં તેનાથી બચવા ટેમ્પોને બ્રેક મારતાં ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો.

નેત્રંગના ડેડીયાપાડા રોડ પર રહેતા જીતેન્દ્ર ધર્મેન્દ્રસિંહ કુસ્વાહા તેમના ઘરે જ આઈસક્રીમ બનાવી આશપાસના ગામડાઓમાં ફરીને વેચાણ કરે છે. 10 દિવસ પહેલાં જ ઉત્તરપ્રદેશથી તેના ગામ નજીકમાં આવેલ બલીપુરગઢી ગામનો મોહિત મુકેશ કટેરીયા આવ્યો હતો. જીતેન્દ્રનો કુટુંબી હોવાથી તેને કામ પર રાખ્યો હતો. ગતરોજ સવારે થ્રિવીલ ટેમ્પોમાં આઇસ્ક્રીમ ભરીને જીતેન્દ્ર કુશવાહા સાથે મોહિત કટેરીયા પણ ગામડે આઈસ્ક્રીમ વેચાણ કરવા માટે સાથે ગયો હતો. આખો દિવસ ગામડે ગામડે ફરી આઈસ્ક્રીમનું વેચાણ કરી સાંજે નેત્રંગ આવવા કોઈલીમાંડવી થઈને નીકળ્યા હતા. દરમિયાન ચાસવડ ગામ નજીક આવેલા વળાંક ઉપર અચાનક પથ્થર રસ્તા ઉપર દેખાતાં ટેમ્પોની બ્રેક મારતા સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી ટેમ્પો ખાલી સાઇડે પલટી ખાઇ જતાં મોહિત કટેરીયા ટેમ્પાની નીચે દબાયો હતો. લોકોએ તાત્કાલિક દોડી આવી ટેમ્પો ઉભો કરી મોહિતને સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું હતું. ઘટના સંદર્ભે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સંબંધીને ત્યાં નોકરી કરવા આવેલા યુવાને 10 દિવસમાં જ જીવ ગુમાવ્યો

આઈસ્ક્રીમ વેચી પરત આવતા નેત્રંગના યુવકોને ચાસવડ નજીક અકસ્માત

અન્ય સમાચારો પણ છે...