તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મઢી પ્રાથમિક શાળામાં ગણવેશ વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ | મઢી પ્રદેશમાં વસતા બહુમુલ ગરીબ-મધ્યમ વર્ગના સવર્ણ તેમજ આદિવાસી સમાજનાં બાળકોને પાયાનું બુનિયાદી શિક્ષણ પ્રાપ્ત થાય, સૌ ભણે, સૌ આગળ વધે અને સૌનો સર્વાંગી વિકાસ થાય એવા ઉદાત્ત હેતુથી કાર્યરત 120 વર્ષ જુની ઐતિહાસિક મઢી વર્ધા પ્રા. શાળા-મઢી. ના ધો.1 થી 8માં ભણતા કુલ 270 વિદ્યાર્થીઓને પ્રતાવર્ષ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ મળતા ગણવેશ અનુદાન તેમજ સમાજના દાતાઓ અને શાળાના શિક્ષકો દ્વારા પ્રાપ્ત અનુદાનથી 2 જોડ ઉચ્ચ ગુણવત્તાના ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્કુલ મેનેજમેન્ટ કમિટીના સભ્ય સંજયભાઈ જોષીએ પોતાના પ્રાસંગિક ઉદ્ બોધનમા “ગણવેશ” નું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ. કે શાળામાં ભણતા જુદાં જુદાં ધર્મ કે સમાજના અમીર કે ગરીબ વિદ્યાર્થીઓ એકસરખા ગણવેશ પહેરીને સાથે બેસીને ભણે એથી એમનામાં સમાનતાનો, એકતાનો ભાવ મજબૂત થાય છે. જે એમનાં સર્વાંગી વિકાસ માટે, સામાજિક સૌહાર્દ માટે ફાયદાકારક છે. આ પ્રસંગે ઉપસ્થિત દાતા અનંતભાઈ પટેલ, આદરણીય હરજી દાદા, પ્રકાશ પટેલ, સુનિલ શાહ, મેધા વ્રત ચૌધરી તેમજ શિક્ષક ગણનો વિદ્યાર્થીઓને ગણવેશ મળે તે માટે અનુદાન આપી પ્રેરણાદાયક કાર્ય માટે અભિનંદન પાઠવી સંચાલન સમિતિ વતી સંજયભાઈ જોષીએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...