તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગભાણાના ખેડૂતની બાઇક લઇને અજાણ્યો યુવક ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરૂડેશ્વરના ગભાણા ગામમાં અજીબો ગરીબ કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક યુવાનની બાઇકમાં પેટ્રોલ ખલાસ થઇ જતાં ખેડૂતે તેની બાઇક પેટ્રોલ પંપ પર જવા માટે આપી હતી પણ યુવાન બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. અને યુવાન જે મોપેડ મુકીને ગયો હતો તે પણ અંકલેશ્વરથી ચોરી કરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી હતી.

ગભાણા ગામના ખેડૂત અશ્વિન રામજીભાઈ તડવી પાસે 15મીના રોજ અજાણ્યો યુવાન આવ્યો હતો અને તેમને વિશ્વાસમા લઇ અજાણ્યા વ્યક્તિએ તેની એક્ટીવા અશ્વિનભાઈના ઘરે મુકી જણાવ્યું કે મારી ગાડીમાં પેટ્રોલ ખલાસ થયું છે તો મારી ગાડી અહીં મૂકી જાવ છું અને તમારી ગાડી મને આપો હું પેટ્રોલ લઈ આવું છું તેમ જણાવતા અશ્વિનભાઈએ તેમની બાઇક તેને આપી હતી. લાંબો સમય વીતી જવા છતાં ...અનુસંધાન પાના નં.2

તે યુવાન પરત નહિ આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરી તો યુવાન જે મોપેડ મુકી ગયો હતો તે ગત અઠવાડિયે અંકલેશ્વર થી ચોરાયેલી હોવાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભમાં ગરૂડેશ્વર પોલીસે 30,000ની બાઇક અને એક મોબાઇલ ફોનની ચોરીનો ગુનો નોંધી ફરાર થઇ ગયેલા વાહનચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...