કાકા તમારા રૂપિયા નીચે પડી ગયા છે, કહી ગઠિયો રૂ. 40000 ભરેલી થેલી લઇ ફરાર

Vyara News - uncle has dropped your rupee say rupees rs take 40000 bags full 080131

DivyaBhaskar News Network

Oct 13, 2019, 08:01 AM IST
વ્યારા નગરમાં રહેતા એક ઈસમ વ્યારામાં આવેલી એસબીઆઈ બેન્ક માંથી 40,000 લઈને બહાર નીકળ્યા હતા. આ દરમિયાન એક યુવક આવી તમારા પૈસા નીચે પડી ગયાનું કહી દેતા કાકા પૈસા લેવા નીચે નમતા મોટરસાયકલ પર મુકેલી રૂપિયા ભરેલી થેલી લઇ ઈસમ ભાગી ગયા હતો. બનાવ અંગે વ્યારા પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. વ્યારામાં 10 લાખની લૂંટ બાદ ફરી ચીલઝડપ કરતા ઈસમો સક્રિય થતા નગરજનોમાં ભયનો માહોલ છવાયો હતો.

વ્યારા નગરમાં થોડા સમય અગાઉ ધોળા દિવસે 10 લાખની ઘટનામાં હજુ કોઈ કડી મળી નથી ત્યાં તો ફરી એક ચોરીનો બનાવ બનતાં નગરજનોમાં ભય ફેલાયો છે. વ્યારા નગરમાં અજિતનાથ સોસાયટી માં વિજયસીંગ વેળુસિંગ ચૌધરી તેના પરિવાર સાથે રહે છે. જેઓ રીક્ષા ચલાવી જીવન ગુજરાન ચલાવે છે. શનિવારના રોજ વિજયસીંગ પોતાની એક્ટિવા મોટરસાયકલ (GJ- 26B-7004) એસ.બી.આઇ બેંક કાનપુરા વ્યારામાં આવ્યા હતા. બેક માંથી 40,000 રૂપિયા ઉપાડી લાલ અને સફેદ કલરની પ્લાસ્ટીકની થેલીમાં મુકી તથા બેગમાં એસ.બી.આઇ બેંકની અસલ પાસબુક તથા અસલ આધારકાર્ડ તથા અસલ ચૂંટણી કાર્ડ તથા અસલ રેશનકાર્ડ તથા પોતાની પત્ની સુનંદાબહેનનો ચૂંટણી કાર્ડ તથા આધારકાર્ડ તથા થ્રીવ્હીલ રીક્ષા ...અનુસંધાન પાના નં. 2

આ રીતે ધ્યાન ભટકાવ્યું હતું

ચોર ઇસમે વિજયસીંગનું ધ્યાન અન્ય જગ્યાએ કરવા માટે એક્ટિવા પાસે 100ની એક 50ની એક 20ની 2 અને 10ની એક માડી કુલે 200 રૂપિયા એક્ટિવા નજીક ફેંકી દીધી હતા. જે રૂપિયા જોવા વિજયસિંગ નીચે નીમ્યા એ દરમિયાન ઈસમ થેલી લઈ ભાગી ગયા હતો.

અન્ય દસ્તાવેજો પણ ગુમાવ્યા

વ્યારાના રહીશ અને રીક્ષા ચલાવતા વિજયસિંગ દ્વારા નવી રીક્ષા લેવા માટે બેન્કમાંથી રૂપિયા ઉપડ્યા હતા. જોકે, તસ્કરે રૂપિયા અને તમામ ઓરીજનલ કાગળો તેમજ ડોક્યુમેન્ટ ચોરી લેતા સામી દિવાળીએ મુશ્કેલી વધી છે.

X
Vyara News - uncle has dropped your rupee say rupees rs take 40000 bags full 080131
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી