તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરગામ|દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમરગામ તાલુકાનાં નારગોલ ગામના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ|દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમરગામ તાલુકાનાં નારગોલ ગામના નારગોલ બંદરના રાધે શ્યામ મંદિરના પટાંગણમાં સવંત 2075 ચૈત્ર વદ 1 ને શનિવાર તા. 20 એપ્રિલ 2019ના દિને શ્રી માછી સમાજ નારગોલ બંદર દ્વારા 15મો સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાશે. 14 વર્ષથી નારગોલ માછી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થતું આવ્યું છે. આ વર્ષે 11 જેટલા જોડા સમૂહ લગ્નમાં ભાગ લઇ પ્રભુતમાં પગલાં પાડશે. સમૂહ લગ્ન સમારોહને સફળ બનાવવા માછી સમાજના યુવાનો સહિત વડીલો સમૂહ લગ્નની તૈયારીમાં જોડાયા છે. આ અવસરે માછી સમાજના આમંત્રણને માન આપી વિવિધ સમાજના અગ્રણીઓ હાજરી આપશે તેવું શ્રી માછી સમાજ નારગોલ બંદરના પ્રમુખ શૈલેષભાઈ હોડીવાલા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...