તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરાગામ પાસે કારમાંથી 38 હજારનો દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ પોલીસે ઉમરા ગામની સીમમાંથી રૂ.૧.૩૮ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂના એક આરોપીને ઝડપી પાડી દારૂના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.

મકરસંક્રાંતિના તહેવાર પૂર્વે ઓલપાડ પોલીસ મથકની ટીમ ગુરૂવારે સાંજના સુમારે પેટ્રોલીંગમાં હતી, ત્યારે અ.હે.કો. ભાવસીંગને બાતમી મળી હતી કે તાલુકાના ઉમરા ગામે નહેર કોલાનીમાં રહેતો રાજુ ઉર્ફે મનહર સુકા રાઠોડ તેની અલ્ટો મારૂતિ કાર (GJ-5CR-7655) માં વિદેશી દારૂનો જથ્થો ભરી ઉમરા ગામે આવી રહ્યો છે. આ બાતમીના પગલે પોલીસે ઉમરા ગામની સીમમાં વોચ ગોઠવી કાર ચાલકને અટકાવતા તે રાજુ ઉર્ફે મનહર સુકા રાઠોડ હોવાનું જણાયું હતું. પોલીસે કારની તલાસી લેતા કારની પાછળની સીટ ઉપર છુપાવેલ ભારતીય બનાવટનો અને પાસ-પરમીટ વિનાના વિદેશીના દારૂની બોટલ નંગ-૫૭૬, જેની કિંમત રૂ.૩૮,૪૦૦ ઝડપાતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે ઝડપાયેલ આરોપીની અંગઝડતી લેતા તેની પાસેથી રૂ.૫૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન મળી આવતા પોલીસે રૂ.એક લાખની કિંમતની કાર મળી કુલ રૂ. ૧,૩૮,૯૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.પોલીસે આરોપીને આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તેની પૂછપરછ કરતા આ દારૂ કોસાડ આવાસ ખાતે રહેતો રામલાલ મારવાડી તેને કાર દ્વારા શેખપુર નહેર પાસે આપી ગયો હોવાનું જણાવ્યું હતું.જેથી પોલીસે રામલાલ મારવાડીને વોન્ટેડ જાહેર કરી બંન્ને ઇસમો વિરૂધ્ધ પ્રોહિબીશન મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ આર.એમ.સંગાડા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...