તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરગામમાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલો માટે UIA 20 ટકા ખર્ચ આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા શુક્રવારે મળી હતી. જેમાં મહત્વના મુદ્દાઓ ઉપર ઉદ્યોપતિઓએ ચર્ચા વિચારણા કરી ઠરાવ મંજૂર કર્યા હતા.

યુ.આઇ.એ.ની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ શ્યામ વિજનના નેજા હેઠળ ઉમરગામ ક્લબ ખાતે મળી હતી. જેમાં સેક્રેટરી તાહિર વોહરાએ વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિકાસના કામોનો અહેવાલ રજૂ કર્યો હતો. સભામાં યુ.આઇ.એ. પ્રમુખએ વિકાસ કાર્યો માટે મળતા સાહિયોગ બદલ ટીમનો , માજી પ્રમુખોનો આભાર વ્યક્ત કર્યો હતો.સભામાં આવનારા દિવસોમાં વધુ એક્સપ્રેસ ટ્રેન, નવી લોકલ ટ્રેનની સુવિધા મળે તેવા પ્રયત્નો યુ.આઇ.એ. દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યુ હતું. ઉમરગામ જી.આઇ.ડી.સી. તેમજ કોલોની વિસ્તારમાં વીજ પ્રવાહ વર્ષો જૂના થાંભલા ઉપેરથી પસાર થતા તારોથી અનેક વખત વીજ સમસ્યા સર્જાતી હોય ,અનેક અકસ્માતો, આગના બનાવો બનતા હોય તેના કાયમી ઉકેલ માટે વીજ વિભાગને 20% લોકભાગીદારી કરી સમગ્ર એસ્ટેટમાં અંડરગ્રાઉંડ લાઇન નાંખવા માટે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.

સભામાં પ્રમુખે લાંબા સમયથી લટકેલા ‘હોસ્પિટલ પ્રોજેકટ” હેઠળ હોસ્પિટલ નિર્માણ બાબતે જણાવ્યુ કે, આ પ્રોજેક્ટ ખુબજ ખર્ચાળ હોય જે માટે રાજ્ય સરકારમાં અભિપ્રાય રજૂ કરી કાર્યાવહી ચાલી રહી છે જોકે આ પ્રોજેક્ટ માટે તમામ ઉદ્યોગપતિઓને આગળ આવી દાન આપવા અપીલ કરી હતી. જે માટે વિશેષ બેઠક કરી પ્રોજેકટ આગળ ધપાવવાનું સર્વાનુમતે નક્કી કરાયુ હતું.

યુ.આઇ.એ.ની બેઠકમાં જાણીતા ઉધ્યોગપતિ ઇશ્વરભાઇ બારી, બજરંગ ભરવાડ, મુશા સેખ, યુ.આઇ.એ. માજી પ્રમુખ જશુભાઈ દરબાર, દિલીપભાઇ સોહની, ભગવનભાઇ મહેતા, ગિરીશ રોય સહિત અનેક અગ્રણીઉદ્યોગકારો હાજર રહ્યા હતા.

સભામાં સ્ટ્રીટ લાઇટ અને રસ્તા અંગે ઉદ્યોગકારાની ફરિયાદ
એ.જી.એમ.માં ઉપસ્થિત કેટલાક ઉધ્યોગપતિઓએ ઉમરગામ સ્ટેશન રોડ તેમજ મુખ્ય માર્ગો ઉપર નવી સ્ટ્રીટ લાઇટ તેમજ બંધ પડેલી સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ કરવા, મુખ્ય માર્ગ પોહલો થવાના કારણે જૂના વૃક્ષો કપાયા હતા જેથી માર્ગની બાજુમાં નવા વૃક્ષોનું રોપાણ કરવું, વરસાદી પાણીની ગટર જેવી બાબતે સૂચનો તેમજ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...