તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૈયાલી પાસે કારે બાઈકને ટક્કર મારતા બે યુવકોને ગંભીર ઇજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનગઢના મૈયાલી પાસે કારે બાઇકને ટક્કર મારતા 2 યુવકોને ગંભીર ઇજા થઇ હતી.

સોનગઢના ઉમરદા ગામે રહેતો દિલીપ ચેમાભાઈ ગામીત 29મીના રોજ મિત્ર બાંગલેશ અને વિનેશને બેસાડી બાઇક પર જઇ રહ્યો હતોહ. ત્યારે મૈયાલી ગામના પાટિયા પાસેથી પસાર થતી હતી ત્યારે એક કાર નંબર (GJ-26-A-2268) ના ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત અંગે જાણ થતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને અકસ્માતમાં રોડ પર ફેંકાયા બાદ ઇજા પામેલા ત્રણે મિત્રોને 108 વાન ની મદદ થી સારવાર અર્થે વ્યારા ખસેડયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી આ પૈકીના દિલીપ ગામીત ને પગમાં અને હાથમાં તથા બાંગલેશ ગામીતને શરીરે ગંભીર ઇજા થયેલ હોય વધુ સારવાર માટે સુરત સવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને દિલીપ ગામીત હાલ સારવાર હેઠળ છે. જે અંગે સોનગઢ પોલીસ મથકમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવાઇ છે.

બંને ઈજાગ્રસ્તો હાલ સુરત સિવિલમાં સારવાર હેઠળ

અન્ય સમાચારો પણ છે...