ઉદવાડામાં લગ્નમાં ડીજે પર નાચવા મુદ્દે બે યુવકો બાખડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદવાડાના સોડ ફળિયા ખાતે રહેતા સુરેશભાઈ માંગેલા તેનો પુત્ર કિશોર માંગેલા અને વહુ કલ્પનાબેન કિશોર માંગેલા સાથે ફળિયામાં રહેતા તેજસ પટેલના લગ્ન મંડપમાં ગયા હતા. જ્યાં કિશોર માંગેલા તેમજ ફળિયામાં રહેતા અન્ય લોકો ડીજેના તાલે નાચી રહ્યા હતા. રાત્રે ડીજે વગાડી નાચવા બાબતે કિશોર અને કાર્તિક માંગેલા વચ્ચે ઝઘડો થયો હતો જેમાં કાર્તિકે કિશોરને માર માર્યો હતો. સુરેશભાઈ પોતાના પુત્રને બચાવવા પડતાં તેમને પણ મારવામાં આવ્યો હતો. આ મારા મારી મા ખેચાં ખેચી થતાં કિશોરનો ડાબો હાથ ખભામાથી ખસી ગયો હતો. જેને સારવાર માટે પારડીની એક હોસ્પિટલમા લાવી દાખલ કરતા પોલીસ મથકે કાર્તિક વિરુધ્ધ ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...