તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એંધલ નજીક હાઇવે ઉપર બે ટેમ્પો સામસામે ભટકાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 48 ઉપર એંધલ પાટિયા પાસે બે ટેમ્પા અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈને પણ ગંભીર ઈજા ન પહોંચતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

બનાવની વિગત એવી છે કે વલસાડ તરફથી એક છોટા હાથી ટેમ્પો (નં. જીજે-05-બીઝેડ-1849) સુરત તરફ જતો હતો ત્યારે એંધલ પાટિયા પાસે સાંજે 6 કલાકે એક આઈસર ટેમ્પો (નં. જીજે-15-યુ-6159) એંધલ જંગલ ખાતાના ડેપોમાં આવ્યો હતો ત્યાંથી કામ પતાવી રોડ ક્રોસ કરી ચીખલી તરફ જતો હતો એ સમયે છોટા હાથી જોડે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હતી. બંને ટેમ્પાને નુકસાન પહોચ્યું હતું. આ સમયે હાઇવે પોલીસ પણ ઘટના સ્થળે આવી બંને ટેમ્પાને હાઇવે ઉપરથી ટ્રેક્ટરની મદદથી ખસેડી હાઇવે ખુલ્લો કર્યો હતો.

એંધલ પાસે સામસામે ભટકાયેલા ટેમ્પો. તસવીર-કેતન નાયક

અન્ય સમાચારો પણ છે...