તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યાજના 88 લાખ ન ભરતા વાપીના બે વ્યક્તિએ મારી નાંખવાની ધમકી અાપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી ગીતાનગર સ્થિત મોહનદેવ હોસ્પિટલમાં શ્રીક્રિષ્ણા કેમિસ્ટ અને બજારમાં વસંત મેડિકલના નામે બીજાના લાયસન્સ ઉપર દુકાન ચલાવતો મોહનલાલ નારાયણલાલ પાલીવાલ રહે.નહેરૂ સ્ટ્રીટ તપોવન-2 એ ગુરૂવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, 2013માં તેની ઓળખાણ ચલા ગુરૂકુળ રોડ પર રહેતા ભવરસિંહ ધરમશી દેવડા સાથે થઇ હતી. 2016માં નોટબંધી વખતે ફરિયાદીએ મેડિકલની એજન્સી શરૂ કરતા તેમાં ખોટ જતા રૂપિયાની જરૂર પડી હતી. જેથી તેણે ભવરસિંહ પાસેથી 5 ટકા વ્યાજે રૂ.50 લાખ લીધા હતા. માસિક વ્યાજ રૂ.2.50 લાખના હિસાબે બે વર્ષમાં કુલ રૂ.60 લાખ ચુકવ્યા હતા. સિક્યુરિટી પેટે બે વર્ષમાં 72 લાખ વીસીમાં ભરી કુલ રૂપિયાનો હિસાબ પુરો થયો હતો. 2017માં પારડીના ખુશાલ પાસેથી 3 ટકાએ રૂ.12 લાખ લીધા હતા. તે બાદ ફરીવાર ભંવરસિંહ પાસેથી રૂ.40 લાખ લીધા હતા. જેના 8 દિવસ સુધી 3.20 લાખ ભરી પૈસા ન અપાતા વતનની જગ્યા ભંવરે પોતાના નામે કરાવી લીધી હતી. 2016માં ફરી રૂપિયાની જરૂર પડતા વાપી દેસાઇવાડમાં રહેતા નરેશ હીરાલાલ ચૌધરી પાસેથી 6 ટકાએ રૂ.10 લાખ અને ત્યારબાદ રૂ.5 લાખ લીધા હતા. આરોપી ભંવરના વ્યાજના 40 લાખ અને આરોપી નરેશના રૂ.48 લાખ ભરી ન શકતા તેમણે ઘરે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગુરૂવારે બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...