તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીંભર શાસકોના પાપે પાલિકાના 25 કરોડના 2 મહત્ત્વના પ્રોજેક્ટ ટલ્લે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરપાલિકાના ખુબ જ મહત્વના ગણાતા અને નગરજનોને બહુ ઉપયોગી એવા 25 કરોડના 2 પ્રોજેક્ટ શરૂ કરવામાં શાસકો નબળા સાબિત થઈ રહ્યાં છે. નગરની મધ્યમાંથી પસાર થતી કોયલી ખાડી પર બોક્સ ડ્રેઈન બનાવવાનો વર્ષ 2017થી પ્રોજેક્ટ શરૂ થયા પછી અધૂરો છોડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી 2018માં બીજી વખત ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું. એજન્સીને મળી ગયું હતુ, પરંતુ શાસકોએ કામ શરૂ કરાવી શક્યા ન હતાં. 10 કરોડના પ્રોજેક્ટ અંગે ફરી એક વખત ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી છે. 3 વર્ષથી આ પ્રોજેક્ટ પૂરુ થવાનું નામ લેતો નથી. બીજી તરફ તલાવડી મેદાનમાં પેવેલિયન અને સ્પોર્ટસ સંકુલ માટે 15 કરોડનું ટેન્ડરિંગ થઈ ગયું છે. જૂન માસમાં એજન્સી નક્કી થઈ ગઈ હતી, પરંતુ વર્ક ઓર્ડર ઓક્ટોબરમાં આપવામાં આવ્યો છે. છતાં હજુ સુધી કોઈ કામગીરી થઈ શકી નથી. નગરજનોન માટે આ બંને પ્રોજેક્ટની સુવિધા ખુબ જ જરૂરી છે. વધુમાં બંને પ્રોજેક્ટના સ્વપ્નો નગરજનોને શાસકો છેલ્લા કેટલાય સમયથી બતાવવામાં આવી રહ્યાં છે, પરંતુ કામગીરી કરાવવામાં નિષ્ફળ સાબિત થયા છે. શાસકોની નિષ્ક્રીયતા અને એક બીજા વચ્ચે સંકલનનો અભાવ તેમજ નગર સંગઠનના પદાધિકારીઓની પણ બેદરકારીના કારણે સમયસર પ્રોજેક્ટ શરૂ થઈ શક્યા નથી.

આ કારણથી મેદાનનો પ્રોજેક્ટ અધૂરો
બારડોલી તલાવડી મેદાનને 15 કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ, 4 માસ બાદ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. છતાં એજન્સી કામ શરૂ કરી શકી નથી. મેદાનમાં માટીના ઢગલાઓ આડેધડ પડ્યા છે. જે હટાવવામાં આવ્યા બાદ જ કામ શરૂ થઈ શકે, બીજી તરફ ખાતમુહૂર્તની તારીખ બાકી હોવાથી પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો ન હોવાનું જાણવા મળેલ છે.

મેદાનની સુવિધાથી આ ફાયદા થશે
નગરમાં એક પણ રમતનું અદ્યતન મેદાન નથી, પેવેલિયન અને સ્પોર્ટસ કોમ્પલેક્સ સંકુલની સુવધાથી ભવિષયમાં રાજ્યકક્ષાની સ્પર્ધા થશે. 2500 પ્રેક્ષકોની બેઠક ક્ષમતા હોવાથી ભવિષ્યમાં નેશનલ રમતો પણ થઈ શકશે. પેવેલિયન, સ્પોર્ટસ સંકુલ, 2500 પ્રેક્ષકોની બેઠક ક્ષમતા, જેમાં 900 વીઆઈપી અને 1600 પ્રેક્ષકો, પાર્કિંગ, ચેઈન્જ રૂમ સહિત અંદાજિત 15 કરોડના ખર્ચે તૈયાર થશે.

આ કારણથી બોક્સ ડ્રેઈનનો પ્રોજેક્ટ અધૂરો
નગર મધ્યેથી વહેતી ત્રણ કિમી કોયલી ખાડીમાં બોક્સ ડ્રેઈનનો 10 કરોડનો પ્રોજેક્ટ છે. 2017માં 3 પાર્ટમાં ટેન્ડરિંગ થયું હતું. એજન્સીએ કામ શરૂ કર્યુ હતુ, પરંતુ મટિરિયલમાં ભાવ વધારો થતાં એજન્સીના ભાવ પરવડે તેવા ન હોવાથી કામ અધૂરું રહ્યું હતું. વર્ષ 2018માં વધુ 3 પાર્ટનો ઉમેરો કરી ટેન્ડરિંગ કરાયું હતું પરંતુ એજન્સી ફાઈનલ થઈ હતી.

ડ્રેઈનની સુવિધાથી આ ફાયદા થશે
કોયલી ખાડીમાં બોક્સ ડ્રેઈનની સુવિધાથી નગરમાં ગંદકીનું પ્રમાણ નહીંવત થશે. મચ્છરનો ઉપદ્રવ થતો અટકી જશે. નગરની સ્વચ્છતા વધુ ઉજળી બનશે. વધુમાં કોયલી ખાડીમાં સોસાસયટીનું ડ્રેઈનનું પાણી સુધી છોડી શકશે નહીં.

બારડોલી નગરના બે અધૂરા પ્રોજેક્ટ

ડ્રેઈનની 6 સ્ટેપની સુવિધા
કોર્પેરેશન બેંકથી પુનિત સુલ સુધી 72 લાખ

કિષ્ના નગરથી જેપી માર્કેટ સુધી 204 લાખ

જે. પી. માર્કેટથી જલારામ મંદિર સુધી 126 લાખ

જલારામ મંદિરથી મચ્છી માર્કેટ સુધી 278 લાખ

મચ્છી માર્કેટથી ગાંધીરોડ બ્રીજ સુધી 84 લાખ

ગાંધીરોડ બ્રીજથી ગોલ્ડ ગેસ્ટ હાઉસ 253 લાખ

બંને પ્રોજેક્ટો ટૂંક સમયમાં શરૂ થશે
 તલાવડીમાં પેવેલીયનનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરવામાં આવશે. ડ્રેઈનેજના ભાવ મંગાવવામાં આવ્યા છે. જે આવતાં કામગીરી શરૂ થશે. ગણેશ ચૌધરી, પ્રમુખ, નગરપાલિકા બારડોલી

અન્ય સમાચારો પણ છે...