તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ જિલ્લાનાં 2 લાખ સ્વાધ્યાય પરિવાર નવસારી વનવાસી સ્મૃતિ કાર્યક્રમમાં જોડાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ જિલ્લાનાં બેલાખ સ્વાધ્યાય પરિવાર નવસારી ખાતે વનવાસી સ્મૃતિ કાર્યક્રમમાં ભાગ લેશે.નવસારીમાં 2જી માર્ચ શનિવારે સાંઇ ગરબા મેદાનમાં વનવાસી સ્મૃતિ કાર્યક્રમ યોજાશે.

દક્ષિણ ગુજરાતનાં છ જિલ્લાઓમાં ત્રિકાળ સંઘ્યાનો વિચાર યજ્ઞમાં 6 લાખથી વધુ વનવાસી ભાઇબહેનો સુધી પહોંચ્યો અને તેઓ પણ આ વિચારો સમજી આજુબાજુ વનવાસીમાં ફરતાં થયા તેવા હેતુ વનવાસી સ્મૃતિ કાર્યક્રમ દીદીની ઉપસ્થિતિમાં યોજાશે.જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી 6લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે જયારે વલસાડ જિલ્લામાંથી બે લાખ સ્વાધ્યાય પરિવાર ઉપસ્થિત રહેશે.જેનું બુધવારે જયશ્રી દીદીનાં હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

સ્વાધ્યાય પરિવારનાં પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે પ્રેરિત સ્વાધ્યાય પરિવાર દ્વારા છેલ્લાં દોઢ વર્ષથી વલસાડ, નવસારી, સુરત, આહવા, ડાંગ તાપી અને સંઘપ્રદેશ મળી કુલ છ જિલ્લાનાં 1300થી વધુ વનવાસીગામોમાં દીદીજીનાં તેજમિદમ વર્ષ નિમિતે ત્રિકાળસંઘ્યાનાં વિચારો પ્રત્યેકનાં હાર્ટ ટુ હાર્ટ 35 હજાર કૃતિશીલો દ્વારા લઇ ગયા છે. તેમજ ત્રિકાળસંઘ્યા દ્વારા ભગવાન મારી સાથે છે.

મારા હૃદયમાં છે.જેની સમજણ આપી છે.માનવ ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરતો થાય તે માટે સતત દોઢ વર્ષ સુઘી છજિલ્લાનાં 35હજાર થી વઘુ કૃતિશીલ ભાઇબહેનો દ્વારા પોતાનું ટાઇમ,ટિફીન અને ટિકીટ લઇ સતત જતાં હતાં.આ સંબંધથી કોઇપણ ધર્મ જ્ઞાતિકે નાતજાતનાં ભેદભાવ વગર આપણે સૌઅે દેવીભાઇ બહેન છે.તેવા હેતુથી સમગ્ર દક્ષિણ ગુજરાતનાં છ જિલ્લાઓમાં ત્રિકાળસંઘ્યાનો વિચાર યજ્ઞ 6લાખ વનવાસી ભાઇબહેનોનાં જીવનમાં આવ્યા વનવાસી ગામડામાં ફરતાં થયા તેને લઇ કાર્યક્રમનું આયોજન કરાયું છે.તેમાં 4 લાખથી વધુ સ્વાધ્યાય પરિવાર ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો