ઝઘડીયામાં હોર્ન વગાડવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી : એકને આંખમાં ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝગડીયામાં હોર્ન વગાડવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થતાં એક યુવાનની આંખમાં ઇજા થતાં તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. મારામારી સંદર્ભમાં બંને જૂથોની સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પહેલી ફરિયાદમાં ઝગડિયાના હનુમાન ફરિયામાં રહેતા વિપુલ અશોકચંદ્ર શાહ ઝગડીયા બજારમાં કાપડની દુકાન ચલાવે છે.આજે સવારે તેમનો પુત્ર નૈતિક તેની બાઈક લઈને દુકાને આવ્યો હતો.ત્યારે ગામના રાજપૂત ફળિયામાં રહેતો પરમવીરસિંહ કિશોરસિંહ પરમાર આવી કહેવા લાગેલ કે બાઇકનો હોર્ન કેમ વગાડે છે તેમ કહી ઝગડો કર્યો હતો. આ ઝગડામાં અન્ય લોકોએ દોડી આવી નૈતિકને માર મારતાં તેને આંખમાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલમાં ખસેડાયો છે. બનાવ સંદર્ભે નૈતિક વિપુલ શાહએ ઝગડીયા પોલીસ મથકમાં પરમવીરસિંહ કિશોરસિંહ પરમાર, હરદીપસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...