તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરેલીમાં ફરી ડિગ્રી વગરના 2 ડોક્ટર ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણા તાલુકાના વરેલી ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા 2 ઉંટવૈધોને ઝડપી લેવાયા છે.

આજકાલ પરપ્રાંતી વસ્તી ધરાવતા ગીચ વિસ્તારમાં વગર ડિગ્રીના નકલી ડોકટરો ફરી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે જ્યારે આવી જ રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડોક્ટર પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે આવેલ શાંતિનગર પંચવટી કોમ્પ્લેક્સમાં શિવ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતો ૧) સુબ્રતો સુશીલ લક્ષ્મીકાંત મોલો ઉ.વ. ૨૮, (હાલ રહે: વરેલી વ્રજધામ સોસાયટી તા: પલસાણા, જી:સુરત, મૂળ: પૂર્વસ્થલી,કલકત્તા) તેમજ અન્ય નામથી દવાખાનું ચલાવતો ડોકટર ૨) અનિલ ઈશ્વરદયાલ રામલાલસિંગ કુશ્વાહ ઉ.વ.૩૬ (રહે: વરેલી પંચાયત ની સામે, મૂળ: મહાદેવા, જી: રોહતાસ, બિહાર) ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરીને દવાખાનું ચલાવતા હતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું કડોદરા પોલીસને ફરિયાદ મળી હતી, જે ફરિયાદના આધારે પોલીસ તપાસ કરતા તપાસ દરમિયાન તેમની એકપણ ડિગ્રી દવાખાનામાં જોવા મળી હતી, જેનાથી પોલીસએ શંકાના આધારે પોલીસે દવાખાનું સિલ કરી તમામ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં ઉપયોગમાં લેતા દવાને કબજે કરી કડોદરા પોલીસ એ બન્ને બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા અને બન્ને વિરુદ્ધ અલગ અલગ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એકટ કલમ ૩૨,૩૩ તથા મેડિકલ ડિગ્રીઝ એક્ટ કલમ ૬ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને અટક કરી બન્ને ને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા.

આ વિસ્તાર ઓછું ભણેલા પરપ્રાંતીઓથી ભરેલો હોવાથી મોકળું મેદાન મળે છે
બારડોલી તાલુકાના વરેલી, જોળવા તેમજ તાંતીથૈયા જેવા વિસ્તાર એ પરપ્રાંતી લોકોથી ભરેલો છે એ વિસ્તારમાં આવા ડિગ્રી વગરના ડોક્ટરો ડગલે ને પગલે બિલાડીની ટોપની જેમ ફૂટી રહ્યા છે જે થોડા પૈસાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ખચકાતા નથી. આ અંગે તંત્ર કઈ યોગ્ય પગલાં ભરે કે કેમ તે જોવું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...