સિલેટવેલ ગામના પાટિયા પાસે બે બાઈક અથડાતાં એકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તાલુકાના નીંદવાડા ગામે રહેતા એક વૃદ્ધ ઇસમ પોતાની બાઈક લઈ ઉકાઈ રોડ પરથી પસાર થઈ હતા. ત્યારે સિલેટવેલ ગામ તરફથી આવેલ એક બાઈકચાલકે એનું બાઈક વડીલના બાઈક સાથે અથડાવી માર્યું હતું. આ બનાવમાં માથામાં ગંભીર ઇજા પામેલા વૃદ્ધ બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ અંગે મળેલ વિગત મૂજબ સોનગઢના નીંદવાડા ગામે રહેતા ફરિયાદી હરીશભાઈ વસાવાના પિતા વેસ્તાભાઈ ઉબડાભાઈ વસાવા (60) ખેતીકામ કરતા હતા. વેસ્તાભાઈ ગત 30 મી જાન્યુઆરી એ બપોરે પોતાની બાઈક ( GJ-19-N-3171) લઈ સીપીએમ મિલ નજીક આવેલ પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા જવા માટે નીકળ્યા હતા. એઓ ઉકાઈ રોડ પર આવેલ સિલેટવેલ ગામના પાટિયા પાસેથી બાઈક લઈ પસાર થતા હતા ત્યારે સિલેટવેલ ગામ તરફથી આવેલા એક અજાણ્યા બાઈક ચાલકે પોતાની બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી વેસ્તાભાઈની બાઈક સાથે અથડાવી મારી હતી. આ બનાવમાં વેસ્તાભાઈને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે સુરત સિવિલ ખસેડાયા હતા. ત્યાં સારવાર બાદ 7 મી ફેબ્રુઆરી એ એમને રજા આપી દેવામાં આવતા પરિવારજનો નીંદવાડા ઘરે લઈ આવ્યા હતા. ફરી
મંગળવારે વેસ્તાભાઈની તબિયત અચાનક બગડ્યા બાદ એમનું મોત નીપજયું હતું.

આ બનાવ સંદર્ભે ઉકાઈ પોલીસ મથકે સિલેટવેલ ગામના રહેવાસી અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

નીંદવાડાના વડીલ બાઈક લઈ પેટ્રોલ પુરાવવા નીકળ્યા હતા

અન્ય સમાચારો પણ છે...