તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોલવણના વાંકલા પાસે 2 બાઇક અથડાતાં વૃદ્ધાનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોલવણ તાલુકાના વ્યારાથી ડોલવણ જવાના માર્ગ પર વાંકલા ગામની સીમમાં પસાર થતાં એક મોટરસાયકલ ચાલક અને બીજી મોટરસાયકલ ચાલકે અડફેટમાં લેતાં અકસ્માત થયો હતો. જેમાં મોટરસાયકલ પર સવાર ઈસમને વધતી-ઓછી પહોંચી હતી. જ્યારે પાછળ બેઠેલા 65 વર્ષીય વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ડોલવણના પાટી ગામની સીમમાં મંદિર ફળિયા ખાતે રહેતા સેજલભાઈ ગામીત અને તેમના દાદી બાઇક નં.(GJ- 26P-9063) લઈને વાંકલા ગામની સીમમાં પસાર થઇ રહ્યા હતા. ત્યારે પટ્રોલ પંપ નજીક એક બાઇક ચાલકે અચાનક બાઇક વાળી દેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સેજલભાઈને ઇજાઓ થઇ હતી. જ્યારે પાછળ બેઠેલા ડાબી અંબાબેન ગામે 65ને માથામાં ઇજાથી મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...