જિલ્લામાં ATMના 33 લાખ પચાવનારા 2 વોન્ટેડ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંકોના એટીએમમાં નાણા નાંખવાની કામગીરી કરતી વાપીની સીએમએસ ઇન્ફો સિસ્ટમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જયદિપસિંહ માત્રોજાએ 7 ફેબ્રુઆરીએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે પારડી, ધરમપુર અને કપરાડાની બેંક ઓફ બરોડાના એટીએમ મશીનોમાં જમા કરાવાતી રકમનું ઓડિટ કરાવતા કુલ રૂ.33,31,600 ઓછી હોવાનું બહાર આવ્યુ હતું. કસ્ટોડિયન જીતુ અંબેલાલ માહ્યાવંશી રહે.રેટલાવ અને જીગ્નેશ જગદીશ પટેલ રહે.ધરમપુરથી પુછપરછમાં તેઓ અંગત કામે રૂપિયા વાપરી નાંખ્યા હોવાનું બહાર આવતા આ બંને સહિત વિનોદ પાલ રહે.છીરી વાપી અને આકાશ ઢેંગે રહે.ગુંજન વાપી વિરૂદ્ધ કંપની સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે જીતુ અને જીગ્નેશની ધરપકડ બાદ ગુરૂવારે વોન્ટેડ આરોપી વિનોદ અને આકાશની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે અત્યાર સુધી સીએમએસના ઉચાપત થયેલા એક પણ રૂપિયા રિકવર થઇ શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...