ડુંગરામાં સગીરોને તમાકુ વેચતા બે આરોપીની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા એસપીએ જિલ્લામાં સ્કૂલ, કોલેજ તેમજ જાહેર સ્થળોએ સિગારેટ તથા અન્ય તમાકુ પ્રોડક્ટોનું ગેરકાયદેસર રીતે સગીર બાળકોને થતું વેચાણ અટકાવવા અને આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા કાર્યવાહી કરવા તેમજ ડીજીપી દ્વારા આ અંગે રાખવામાં આવેલ ડ્રાઇવના અનુસંધાને આપેલ સુચનાના આધારે એસઓજીના પીએસઆઇ એન.ટી.પુરાણી સ્ટાફ સાથે બુધવારે વાપી ડુંગરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ડુંગરામાં રેઇડ કરી આરોપી આફતાબ રઇસઅહમદ ખાન રહે.એડવાન્સ કોમ્પ્લેક્ષ અને વેલારામ મંગળરામ ભરવાડ રહે.છીરી નાઓને સગીર બાળકને ગેરકાયદે રીતે તમાકુનું વેચાણ કરતા પકડી પાડી તેઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ડુંગરા પોલીસને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...