ટ્રકમાંથી ખેરનાં લાકડાં ઝડપાવાના પ્રકરણમાં બેના 7 દિવસનાં રિમાન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી વન વિભાગ દ્વારા રૂમલા-ખુડવેલ માર્ગ પરથી રૂ. 6.48 લાખનો ગેરકાયદે જથ્થો ઝડપી પાડવાના ગુનામાં ટ્રકચાલક સહિત બે આરોપીના કોર્ટમાંથી 7 દિવસના રિમાન્ડ મળતા વધુ તપાસ હાથ ધરાઈ હતી.

વન વિભાગની ચીખલી રેંજના આરએફઓ એ.ટી.ટંડેલ ઉપરાંત વાંસદા પૂર્વ રેંજના સ્ટાફ દ્વારા બાતમીના આધારે નાકાબંધી કરી સોમવારેની રાત્રિએ રૂમલા-ખુડવેલ માર્ગ ઉપરથી ટ્રક (નં. જીજે-15-એક્સએક્સ-4860)માંથી પરવાની વિનાનો રૂ. 6,48,450નો ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અન્ય ઈસમોની સંડોવણી પણ બહાર આવતા વાહનની વ્યવસ્થા કરનાર વાપીના ટ્રાન્સપોર્ટના માણસ રાજકુમાર પવારની વાપીથી ધરપકડ કરી હતી. ટ્રકના ચાલક શીશરામ યાદવને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંનેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરતા વધુ તપાસ હાથ ધરી હતી. વધુમાં ચીખલી રેંજ દ્વારા અપાયેલી યાદી અનુસાર ટ્રક માલિક ઉષાબેન સૈની, સંતોષ સૈની (વાપી) તથા શૈલેષ પટેલ (આછવણી), યોગેશ પટેલ (ધામધુમા)ની પણ સંડોવણી બહાર આવતા આ તમામની ધરપકડ કરવાના ચક્રો વન વિભાગ દ્વારા ગતિમાન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...