તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇટેન્શન લાઈન ઉપર 22 વાનરો ચઢી ગયા, વીજ કરંટથી બેનાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કડીયાડુંગર તરફથી વાનરોનું ઝુંડ મોટામાલપોર ગામની સીમમાં આવી ચડ્યું હતું. જે રાજપારડીથી નેત્રંગ આવતી 66 કેવીની હાઈટેન્શન વીજ લાઈન ઉપર ચઢી જતાં આઠ વાનરોને વીજ કરંટ લાગ્યો હતો. જે સળગીને ટપોટપ નીચે પટકાતાં બે વાનર મોતને ભેટયા હતા. નીચે પટકાયેલા પાંચ બાળ વાનરોને વીજ કંપનીની ટીમે બચાવી લીધા હતા.

નેત્રંગના મોટામાલપોર ગામની સીમમાં 22 જેટલા વાનરોનું ઝુંડ આવી 66 કેવીની હાઈટેન્શન લાઈનના ટાવર પર ચઢી ગયા હતા. જેની જાણ ગામના સરપંચને થતાં તેમણે વીજકંપનીનો સંપર્ક કર્યો હતો. જેથી રાજપારડી અને નેત્રંગની ટીમના 12 કર્મીઓએ સ્થળ પર આવી વાનરોને બચાવવા વીજ લાઈનનો પાવર સપ્લાય બંધ કરી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. બે વાનરને પહેલા જ વીજ કરંટ લાગતા નીચે પટકાવાથી મોતને ભેટ્યા હતા. બાકીના વાનરોએ કૂદાકૂદ કરતાં બીજા છ વાનરને પણ કરંટ લાગતાં સળગી ઉઠ્યા હતા.

ગામના સરપંચે ટાવર ઉપર વાનરોનું ઝૂંડ ચઢી ગયાની જાણ કરી હતી. તાત્કાલીક નેત્રંગ અને રાજપાડીની ટીમો સ્થળ પર આવી હતી. વાંનરોના ઝુંડને બચાવવા એગ્રીકલ્ચર લાઈન બંધ કરાવી હતી. કુલ 12 કર્મીઓ આ બચાવ કામગીરીમાં લાગ્યા હતા. મોડે સુધી ચાલેલી કામગીરીમાં ટાવર પરથી વાનરોને ઉતારી જંગલમાં છોડી મૂક્યા હતા. - વી. બી .પટેલ, મહિલા જુનીયર ઈજનેર, જેટકો.રાજપારડી .

_photocaption_નેત્રંગના મોટા માલપોર ગામે હાઈટેન્શન વીજ લાઈન પર વાનરોનું ઝૂંડ ચઢી જતાં વીજ કંપનીના કર્મીઓએ સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કર્યું હતુ. } અતુલ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો