તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટુકવાડાનો પરિવાર મુંબઈ ગયા ને તસ્કરો ઘરમાં મહેમાન બન્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપીમાં દોળેે દિવસે લૂંટની ઘટનાની હજી શાહી પણ સુકાઈ નથી ત્યારે શુક્રવારે પારડીના ટુકવાડાગામે ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે.પરિવાર બંધ કરી સારવાર માટે મુંબઈ જતાં ત્રાટકેલા તસ્કરો ઘરમાથી 46 હજારના મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

ટુકવાડાગામે માંહ્યાવંશી ફળિયામાં રહેતા દુર્લભભાઈની તબિયત સારી ન રહેતા તેની પત્ની પ્રેમીબેન સાથે સારવાર કરાવવા મુંબઈ 2 જાન્યુઆરી રોજ ઘર બંધ કરી ગયા હતા. જે દરમિયાન ચોર તસ્કરો તેમના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાના નકુચા સાથે મારેલું તાળું કોઈ સાધન વડે તોડી તસ્કરો ઘરમાં પેઠા હતા અને ઘરમાં રાખેલા કુલ 5 કબાટ ખોલી સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને કબાટમાં મૂકેલી સોનાની ચેઇન 10 ગ્રામ કિમત રૂ 20.000/- સોનાની વિટી 6 ગ્રામ કિ રૂ10.000/- ,અને ચાંદીનો જુળો ચાંદીના સાકળા, 10 ચાંદીના સિક્કા મળી કુલ્લે 10.000/- તેમજ રોકડા રૂ 6000/-મળી કુલ્લે રૂપિયા 46.000/-ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આજ રોજ સમગ્ર ચોરીની ઘટના પ્રકાશમાં આવતા પારડી પોલીસને જાણ કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો