તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોશીમદા ગામથી સાવરખડીને જોડતો માર્ગ બિસમાર બનતા લોકોને મુશ્કેલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ કોશીમદા સાવરખડીને જોડતો માર્ગ અત્યંત બિસમાર થઈ જતા આ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખોખરી, કોશીમદાથી દરડીને જોડતો 7 કિમીનો માર્ગ 15 વરસ પહેલાં બન્યા બાદ તંત્રએ મરામતની તસદી ન લેતા માર્ગ બિસમાર બન્યો છે. બિસમાર માર્ગને પગલે શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 7 કિમી ખોખરી ફાટક સુધી ગાઢ જંગલમાંથી પગપાળા જવું પડે છે. જેનાથી જંગલી હિંસક પ્રાણીના હુમલાના બનાવો પણ બન્યા છે. એેટલુ ઓછું હોય તેમ ગંભીર બીમારી વખતે પણ 108 જેવી સુવિધા પણ મળી ન શકતા લોકો ને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થાય છે. આ માર્ગને મરામત કરવા કોશિમદા ગામના જાગૃત આગેવાન રાજેશભાઇ ગામીત અને ગ્રામજનો દ્વારા અનેક લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. આ વિસ્તાર અત્યંત અંતરિયાળ અને પહાડીથી ઘેરાયેલો હોય તંત્ર દ્વારા આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વલણ ધરાવતા હોય તેમ વહીવટી તંત્ર સહિત ચૂંટાયેલા નેતાઓ પણ દુર્લક્ષ સેવતા લોકોની કફોડી સ્થિતિ બની છે.

ડાંગના અંતરિયાળ વિસ્તાર કોશીમદાથી સાવરખડીને જોડતો બિસમાર માર્ગ.

ટૂંક સમયમાં મંજૂર થયેથી કામગીરી હાથ ધરાશે
કોશીમદા સાવરખડી માર્ગ વન વિભાગ હસ્તક આવે છે, જેને પ્રધાનમંત્રી સડક યોજનામાં આવરી લેવાયો છે. જેથી આ માર્ગના નવિનીકરણ માટે ઉપલી કક્ષાએ દરખાસ્ત મોકલી દેવાઈ છે. ટૂંક સમયમાં મંજૂર થયે કામગીરી હાથ ધરવામાં આવશે. એસ.એમ. બારોટ, નાકાઈ, વઘઈ માર્ગ મકાન પંચાયત વિભાગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો