તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડીયામાં એક જ રાતમાં ત્રણ મકાનોના તાળા તોડતા તસ્કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા ટાઉનમાં એક જ રાતમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ બંધ મકાનના તાળા તૂટ્યાં હતાં. ત્રણેય મકાનમાંથી કઇ હાથ ન લાગતાં તસ્કરોનો ફેરો ફોગટ ગયો હતો. ગામના દરેક ફળિયામાં હોમગાર્ડનો પોઇન્ટ મુકવામાં આવ્યો હોવા છતાં ચોરીનો બનાવ બનતાં લોકોમાં ભય ફેલાયો છે.

ઝઘડિયાના ટેકરા ફળીયા અને સુલતાનપુરા વિસ્તારમાં એક સાથે ત્રણ બંધ મકાનના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. માલિકોના જણાવ્યા પ્રમાણે તસ્કરો કઈ લઇ ગયાં નથી. ચોરી ના પ્રયાસની ત્રણ ઘટના બાદ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તસ્કરો ઇકો અને સ્વીફ્ટ ડિઝાઇર કાર લઈને ચોરી કરવા આવી રહ્યા છે.

ગત રાત્રી તસ્કરોએ ટેકરા ફળિયા યોગેશ મઢીવાળા અને જી .સી. પટેલના મકાનના તાળા તોડી ઘરમાં તિજોરીનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો પરંતુ કઇ હાથ લાગ્યું ન હતું સુલતાનપુરાના મુકેશ ચૌહાણના મકાનના પણ તાળા તુટયાં હતાં. ઝઘડિયાના ટેકરા ફળિયામાં હોમગાર્ડનો પોઇન્ટ હોવા પછી પણ બે બંધ મકાનના તાળા તુટતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...