તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલીમાં ગુણવત્તા વિનાનાં કેનાલનાં કામોથી મુશ્કેલી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં પાકી સિમેન્ટ કોંક્રિટની બનાવાઈ રહેલી સિંચાઈ કેનાલના ગુણવત્તા વિનાનાં કામો અનેક જગ્યાએ થઈ રહેલા જોવા મળતા સ્થાનિક ખેડૂતોમાં અસંતોષ ફેલાવા સાથે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી સિંચાઈ કેનાલની તપાસ હાથ ધરવાના ચક્રો ગતિમાન કરવામાં આવતા ચકચાર મચી છે.

ચીખલી અંબિકા સબ ડિવિઝન અને વલસાડ સબ ડિવિઝન દ્વારા તાલુકાના ઘેજ, ચરી, બામણવેલ, ખાંભડા સહિતના ગામોમાં સિંચાઈ વિભાગ દ્વારા હાલમાં પાકી નહેર બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં કામ કરનાર એજન્સી દ્વારા ગુણવત્તા વિનાનું કામ હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. સ્થળ ઉપર જ્યાં માટીકામ કરવામાં આવે છે એ માટીકામમાં પણ ભ્રષ્ટાચાર આદરી જે સિમેન્ટ કોંક્રિટનું પાકું કામ કરવામાં આવી રહ્યું છે એ સિમેન્ટનું પ્રમાણ ઓછંુ વાપરવા સાથે રેતીની જગ્યાએ કવોરી ડસ્ટનો ઉપયોગ થવા સાથે ગુણવત્તા વિનાનું કામ કરાતા એ કેનાલ બનાવવામાં આવી એ કેનાલના ટૂંક સમયમાં જ પોપડા ખડી પડવા સાથે કેનાલમાં તિરાડ દેખાઈ રહી છે અને અનેક જગ્યાએ કેનાલ બેસી જવાની સ્થિતિમાં જણાઈ રહી છે.

પોપડા ઉખડી ગયેલી હાલતમાં હાલમાં બનેલી બામણવેલની કેનાલ.

ટૂંકા ગાળામાં જ પોપડા ખરી ગયા છે
અમારા ગામમાં જે કેનાલ બનાવવામાં આવી છે. એમાં સિમેન્ટનો વપરાશ જ ઓછો કરતા ટૂંકાગાળામાં જ સિમેન્ટ કોંક્રિટના પોપડા ખરી રહ્યા છે. જે હાથમાં પોપડા લે એટલે જ જાણે બિસ્કિટ તૂટતી હોય એમ પોપડા હાથમાં જ કચડાવા પામે છે. અમારા ગામના આગેવાનો સાથે આ તકલાદી કામની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી તપાસ કરાવવામાં આવશે. રમેશભાઈ પટેલ, ખેડૂત ખાતેદાર

ના.કા.પા. ઇજનેરે કહ્યું વાત થાય એમ નથી
ચીખલીમાં 5 કામ અને વલસાડ સબડિવિઝનના ઘેજ અને ચરીમાં પાકી કેનાલના કામ ચાલે છે. હું હમણા સુરત જાઉં છું વાત થાય એમ નથી. એસ.એન. પટેલ, નાકાઈ, ચીખલી અંબિકા સબડિવિઝન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો