તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rajpipla News Tribal Leaders And Mps Meet At The Yagya Site At The Completion Of The Peace Sacrifice At Cavadia 073109

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેવડિયા ખાતે શાંતિ યજ્ઞના પુર્ણાહુતિ સમયે યજ્ઞ સ્થળ પર આદિવાસી આગેવાનો-સાંસદ સામસામે આવી ગયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સતામંડળ વિધેયકના વિરોધમાં 72 ગામના આદિવાસીઓ દ્વારા મંદિરમાં શાંતિ યજ્ઞ યોજાયો હતો. બે દિવસીય કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે ભાજપના સાંસદ અને સ્થાનિક આદિવાસી આગેવાનો ભેગા થઈ જતાં શાબ્દિક ટપાટપી થઈ હતી. આદિવાસીઓને અન્યાય બાબતે બન્ને પક્ષે તું..તું.. મેં..મેં.. થતાં માહોલ ગરમાયો હતો. એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિધેયકનો વિરોધ થઈ રહ્યો છે જ્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વિધેયકને સમર્થન આપી આદિવાસી આગેવાનો સમાજમાં ભાગલા પાડી રહ્યા હોવાની વાતે લાલઘૂમ થયા હતા.

કેવડિયા ખાતે વિશ્વનાથ મહારાજના મંદિરે શાંતિ યજ્ઞની શરૂઆતથી જ માહોલ ગરમાયો હતો. જેમાં પ્રાંરભે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. સરકાર વિરોધી વાતાવરણ વચ્ચે સાંસદ મનસુખ વસાવા ત્યાં બીજા દીવસે એકલા પહોંચી કેવડિયાના ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ માનું છું કે રાજકીય ક્ષેત્રે તથા સમાજના સંગઠનમાં કોઈ પણ જાતની ધાર્મિકતા ન આવવી જોઈએ. જો આવે તો સંગઠન સફળ નહીં થાય. આદિવાસીઓના હક માટે અમે અનેક વખત લડતો ઉપાડી છે. નર્મદા યોજનાના અસરગ્રસ્તો સંગઠિત નહોતા જેમને અમે સંગઠીત કર્યા. મેં મેઘા પાટકર, ફાધર જોસેફ સાથે બેઠકો પણ કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આદિવાસીની રિઝર્વ સીટ પર ચૂંટાયેલા MP, MLA એ આદિવાસીઓ માટે બોલવું જોઈએ. જો નથી બોલી શકતા તો તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ. આ માટે ખરેખર રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવવુ જોઈએ. ગુજરાતનો આદિવાસી જો સંગઠીત હોત તો આપણે ધારીએ તે પરિણામ લાવી શકીએ.

રિઝર્વ સીટ પર ચૂંટાયેલા MP, MLA સમાજ માટે ન બોલી શકે તો રાજીનામું આપી દેવું જોઈએઃ સાંસદ
આદવાસીઓ દ્વારા યોજાયેલા બે દિવસીય શાંતિ હોમના કાર્યક્રમમાં સાંસદ પહોંચી જતાં માહોલ ગરમાયો હતો. પ્રવિણ પટવારી

એક પણ સંગઠને મને ટેકો નથી આપ્યો
આદિવાસીના ખોટા પ્રમાણપત્રો બાબતે મેં જ્યારે રજૂઆતો કરી ત્યારે એક પણ આદિવાસી સંગઠનોએ મને ટેકો નથી આપ્યો. ખોટા આદિવાસીઓ આંદોલન કરી રહ્યા છે. જ્યારે સાચા અને હકદાર આદિવાસીઓ નમાલા બનીને બેસી રહ્યા છે. SOU વિધેયક અને પ્રોજેક્ટના વિરોધથી શું પ્રોજેક્ટો અટકી જશે? ગુજરાતમાં જેટલા મોટા મોટા પ્રોજેક્ટો બન્યા છે તેમાં આદિવાસીઓ જ ભોગ બન્યા છે. મનસુખ વસાવા, સાંસદ

આ વિસ્તારમાં અશાંતિ ફેલાઈ છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ વિધેયક અને આસપાસ બની રહેલા વિવિધ પ્રોજેક્ટોને કારણે આ વિસ્તારમાં અશાંતિ ફેલાઈ છે. લોકો પીડાઈ રહ્યા છે. જેથી આ વિધેયક રદ કરવાની માંગ કરી રહ્યા છે. આદિવાસીઓનો કોઈ ધર્મ નથી, NRC બાદ જો આદિવાસીઓના નામની પાછળ કોઈ ધર્મ લાગે તો આદિવાસીઓની સંસ્કૃતિ નાશ પામશે. ડો.શાંતિકર વસાવા, આદિવાસી એકતા પરિષદના અગ્રણી

સરકારના વિકાસ મોડેલનો જૂઠો ખેલ
આજે 72 ગામના આદિવસીઓએ હાથમાં માટી લઈ પ્રણ લીધા છે કે, હવે અમે કોઈ જમીન નહિં આપીએ. વિસ્થાપીત નહિં થઈએ. સરકારના વિકાસ મોડેલનો જૂઠો ખેલ આદિવાસીઓનો વિનાશ નોતરશે. SOU વિધેયક આદિવાસીઓ માટે ખતરારૂપ બનશે. ડો.પ્રફુલ્લ વસાવા, વિરોધ કરતા આગેવાન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો